અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુભાષ શાહ/ક્યાં બધે કહેતો ફરું ?
Revision as of 07:14, 16 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ક્યાં બધે કહેતો ફરું ?|સુભાષ શાહ}} <poem> કેમ છોડ્યું ગામ એ હું ક...")
ક્યાં બધે કહેતો ફરું ?
સુભાષ શાહ
કેમ છોડ્યું ગામ એ હું ક્યાં બધે ક્હેતો ફરું?
કેમ બગડ્યું નામ એ હું ક્યાં બધે ક્હેતો ફરું?
ગુમ થયેલી સોય માટે સૂર્ય લાવ્યો તે પછી,
કેમ સળગ્યું ઠામ એ હું ક્યાં બધે ક્હેતો ફરું?
ના કશી લેવડ, કશી દેવડ કરી છે તે છતાં,
કેમ ખૂટ્યાં દામ, એ હું ક્યાં બધે ક્હેતો ફરું?
છ કદમ તો આ ભર્યાં આંખો મીંચી, પણ સાતમે
કેમ ખોઈ હામ એ હું ક્યાં બધે ક્હેતો ફરું?
સાવ ઠંડી એ નજરથી રક્ત પણ થીજી ગયું,
એ કેમ કરતી આમ એ હું ક્યાં બધે ક્હેતો ફરું?