‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/પ્રસ્તુત સંપાદનનું સ્વરૂપ
Jump to navigation
Jump to search
પ્રસ્તુત સંપાદનનું સ્વરૂપ
પ્રસ્તુત સંપાદનને ચાર ભાગમાં વિભાજિત કરેલું છે :
(૧) પુસ્તકસમીક્ષા
(૨) પ્રત્યક્ષીય
(૩) ‘પ્રત્યક્ષ’ વિશે
(૪) વ્યાપક સંદર્ભો
- ‘પુસ્તકસમીક્ષા’વિભાગમાં શરૂઆતમાં પત્રનું ટૂંકું શીર્ષક, પત્રલેખકનું નામ એ પછી ચોરસ કૌંસમાં સંદર્ભ મૂકવામાં આવ્યો છે. આ સંદર્ભમાં જે-તે પત્રચર્ચા કયા અનુસંધાનમાં કરવામાં આવી છે તેની ટૂંકી નોંધ મૂકી છે. જેમાં પુસ્તકસમીક્ષા જે અંકમાં પ્રકાશિત થઈ હોય એનું માસ-વર્ષ, પુસ્તકનું નામ તથા પુસ્તક સમીક્ષકનું નામ મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ પત્રચર્ચા અને અંતે ચોરસ કૌંસમાં પત્રચર્ચા જે માસ-વર્ષ, પૃષ્ઠ પર પ્રકાશિત થઈ હોય એની નોંધ મૂકવામાં આવી છે.
- ‘પ્રત્યક્ષીય’ વિભાગમાં શરૂઆતમાં પત્રનું ટૂંકું શીર્ષક, પત્રલેખકનું નામ ચોરસ કૌંસમાં પ્રત્યક્ષીય પ્રકાશનનું માસ-વર્ષ અને પ્રત્યક્ષીય અને રમણ સોનીએ આપેલું શીર્ષક મૂકવામાં આવ્યું છે. એ પછી પત્રચર્ચા અને અંતે ચોરસ કૌંસમાં પત્રચર્ચા જે માસ-વર્ષ, પૃષ્ઠ પર પ્રકાશિત થઈ હોય એની નોંધ મૂકે છે.
- ‘પ્રત્યક્ષ વિશે’ અને ‘વ્યાપક સંદર્ભો’ વિભાગમાં પત્રશીર્ષક, પત્રલેખક, પત્રચર્ચા અને અંતે પત્રચર્ચા જે માસ-વર્ષ, પૃષ્ઠ પર પ્રકાશિત થઈ હોય એની નોંધ મૂકી છે.
- આ ચારેય વિભાગોમાં પત્રોનો ક્રમ ઐતિહાસિક દૃષ્ટિએ રાખ્યો છે. જોકે, જે પત્રચર્ચા એક અંકથી વધુ લાંબી ચાલી હોય ત્યાં પત્રચર્ચાની સળંગતા જળવાઈ એનું ધ્યાન પણ રાખ્યું છે. પત્રોને જે શીર્ષક આપવામાં આવ્યા છે, એમાંના ઘણા શીર્ષકો તો જે-તે સમયે ‘પ્રત્યક્ષ’ના સંપાદક રમણ સોનીએ આપ્યા હતા. પણ જે પત્રોને શીર્ષક નહોતા અપાયા એવા પત્રોને પ્રસ્તુત પુસ્તકના સંપાદકે શીર્ષક આપ્યા છે. એવા શીર્ષકને તીર્યક કરવામાં આવેલ છે. પત્રચર્ચાનું સાતત્ય જળવાઈ એ માટે પ્રત્યક્ષેતર થયેલી પત્રચર્ચાના સંદર્ભો પણ અહીં લીધા છે. જોકે, એવી ચર્ચા જૂજ માત્રામાં છે. પુસ્તકના અંતે પરિશિષ્ટમાં ‘પ્રત્યક્ષ’ના પ્રથમ અને અંતિમ અંકનું સંપાદકીય મૂક્યું છે. અંતે શબ્દસૂચિ મૂકી છે.