‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/વિભાગ ૧ : પુસ્તકસમીક્ષા (કુલ ૫૦ પત્રો)
વિભાગ : ૧
પુસ્તકસમીક્ષા
[સમીક્ષા વિશે પ્રતિક્રિયા અને પ્રતિભાવ]
પોતાના પુસ્તકની થયેલી સમીક્ષા વિશે ક્યારેક કોઈ લેખકને પ્રત્યુત્તર કે પ્રતિક્રિયા રૂપે કંઈ કહેવાનું હોય તો એના ઉચિત પત્રોને ‘પ્રત્યક્ષ’માં સ્થાન મળેલું ને એના પત્રોના પ્રતિભાવ રૂપે સમીક્ષકને પણ પોતાની વાત ૨જૂ કરવી હોય તો એવા પત્રો પણ ‘પ્રત્યક્ષ’માં પ્રગટ થયેલા. ક્યારેક આ વાદ-પ્રતિવાદ બે-થી વધારે અંકો સુધી પણ ચાલેલો જોવા મળે છે. આવા ચર્ચાપત્રોમાંથી મોટા ભાગના પસંદ કરીને અહીં સંદર્ભ સાથે પ્રગટ કર્યા છે. આવા પત્રોમાં દૃષ્ટિકોણની વિચારશીલ ભિન્નતા તો રહે જ, પણ સાહિત્યિક વાદ-વિવાદનું એક ઉપયોગી મૂલ્ય પણ એમાંય પ્રગટ થાય છે. સંદર્ભનો ક્રમ :
– પત્ર લખનાર લેખકનું નામ
– [મૂળ સમીક્ષાની વિગત : અંક, પુસ્તકનામ, સમીક્ષકનામ]
– પત્રચર્ચાનું શીર્ષક
– પત્રને અંતે, પત્ર પ્રગટ થયો એ અંકની વિગત