અધીત : પ્રમુખીય પ્રવચનો - ૧/કાવ્યમાં ધ્વન્યાત્મક પ્રતીકોના વિન્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪. કાવ્યમાં ધ્વન્યાત્મક પ્રતીકોના વિન્યાસ
કાન્તિલાલ બ. વ્યાસ

માનવભાષા એ વિચારની અભિવ્યક્તિનુ એક અત્યંત સંકુલ,સૂક્ષ્મ સાધન છે. એનું ઉપાદાન પ્રમાણમાં મર્યાદિત છે—કોઈ પણ ભાષામાં એની સમસ્ત વિચારસમૃદ્ધિ વ્યક્ત કરવાને પૂરતા શબ્દો હોતા નથી. તો પણ એ જાતજાતની કરામતથી સંપૂર્ણ રીતે સબળપણે અર્થા- ભિવ્યક્તિ સિદ્ધ કરે છે. ભાષાની આ સર્વ શક્તિઓનું ગણિત થયું નથી – ભાષા. ભાષાએ, વક્તાની બોલી બોલીએ એટલી બધી સૂક્ષ્મ અભિવ્યક્તિ-છટાઓની – કથ્થરૂપની સવિશેષ –કારીગરી નજરે પડે છે કે એને વ્યવસ્થિત શાસ્ત્રરૂપે ગૂંથવી એ એક અતિ દુષ્કર કાર્ય બને છે. સામાન્ય જૈનદિન બોલાતી ભાષા જ આમાં કેટલી બધી વૈવિધ્યભરી છટા દર્શાવે છે તે જુએ. ગુજરાતીમાં સામાન્ય રીતે સૂરભેદે અર્થભેદ થતો નથી; સૂર (tone) ગુજરાતીમાં કોઈ પ્રકારનું સંબંધતત્ત્વ (morphene) નથી. છતાં છે' સાહાયકારક ક્રિયાપદ સામાન્ય સૂરે ઉચ્ચારાયેલ હોય તો હ-કાર-અસ્તિત્વ દર્શાવે છે (ઉ. ત. મારી પાસે એ પુસ્તક છે.'), તો છે’ તે સુવિલંખિત ઉચ્ચાર (છેઍઍએ)–વિશેષતઃ તો બાલભાષામાં—નકાર- અસંમતિ દર્શાવે છે. (ઉ. ત. એક બાળક બીજાને કહે : મને એક પિપર(મિંટ) આપ. બીજો ઉત્તર આપે : ‘છે ઍ ઍ; રાહ જોઈ રહેજે’. 'છે'નો દ્વિર્ભાવ ભારયુક્ત (enphatic) હકાર દર્શાવે છે. (ઉ.ત. પ્રશ્ન ઃ ‘તમારી પાસે પેન નથી?’ ઉત્તર :’ છે, છે, આ રહી'.) તો વળી, ત્રેવડાવેલા છે’ અવગણના કે હળવો તિરસ્કાર સૂચવે છે. (ઉ. ત. ‘ધણી તો છે છે ને છે; બે'નનાં લગ્ન ફરી કયાં આવવાનાં છે?') આ તો વ્યવહારની ભાષા થઈ. કાવ્યની ભાષા માનવવાણીની શક્તિના અર્ક રૂપ છે. કાવ્યની ભાષામાં શબ્દોની આ વિવિધ શક્તિઓ સવિશેષ પ્રબળતયા પ્રગટ થાય છે. સંસ્કૃત આલંકારિકોએ એનું વીગતે પૃથક્કરણ કરેલું છે. સંસ્કૃત અલંકારશાસ્ત્ર શબ્દની ત્રણ પ્રકારની શક્તિઓ ગણાવે છે–(૧) અભિધાશક્તિ, જે સમાજમાં સંકેતિત-રૂઢ અર્થ દર્શાવે છે;૧(૨) શબ્દનો મુખ્યાર્થ બંધબેસતો આવતો ન હોય ત્યારે રૂઢિથી, કે કોઈ વિશેષ અર્થાભિવ્યક્તિ નિમિત્તે મુખ્યાર્થ સાથે સંબંધવાળો અન્ય કોઈ અર્થ ઉપલક્ષાય-ગ્રહણ કરાય તે તે લક્ષણાશક્તિ; અને (૩) મુખ્યાર્થ સંપૂર્ણપણે નિશ્ચિત થઈને સમાઈ ગયા પછી શબ્દમાંથી સંદર્ભ, અન્ય શબ્દાદિકના સામીપ્યાદિને કારણે અન્ય અર્થ સ્ફુરી રહે તે વ્યંજનાક્તિ. વક્તા, શ્રોતા, વિશિષ્ટ સ્વર, પ્રાસ્તાવિક વકતવ્ય કે સંદર્ભ, દેશકાળની વિશિષ્ટતા, ઇ. અનુસાર પ્રતિભાશાળી રસિકજનના મનમાં એનું પરિસ્ફુરણ થાય છે.૪ ભાષાની શબ્દશક્તિનું આ અતિ સૂક્ષ્મ નિરૂપણ સંપૂર્ણપણે સ્વીકૃત થાય તેવું નથી. અર્વાચીન ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ તો અભિધાશક્તિની વ્યાપ્તિ વધારે વિસ્તારવી પડશે, લક્ષણાશક્તિ સંબંધે પુનર્વિચારણા કરવી પડશે. લક્ષણા આખરે તો આલંકારિક વાણીનો જ એક પ્રકાર છે. ઘણી વાર શબ્દોની આસપાસ એક કરતાં વધારે અર્થોના પુટ લાગેલા હાય છે. એમાં કાળાન્તરે પ્રાથમિક (primary) અર્થ ઘસાઈ જાય છે, અને એમાંથી ઉદ્ભવેલા દ્વૈતીયિક (secondary) અર્થ જ કેવળ અવશિષ્ટ રહે છે. રાત, પ્રવીણ આદિ રૂઢિગત લાક્ષણિક શબ્દોમાં આમ થયું છે. પ્રયોજનની લક્ષણા સબંધે પણ પુનર્વિચારણાને અવકાશ છે. गङ्गायां घोषः એ પ્રસિદ્ધ ઉદાહરણમાં સંસ્કૃત ભાષકના ચિત્તમાં આત્યંતિક અધિકરણનો અર્થ-ગંગામાં નેસં નહીં હોય, પણ સામીપિક અધિકરણનો અર્થ-ગંગા ઉપર નેસ’–હશે એમ કલ્પી શકાય. આજે જેમ ‘સાગરકાંઠાનાં ગામો' કહીએ ત્યારે કેવળ સાગરતટને જ અર્થ માત્ર ઉદ્દિષ્ટ હોતા નથી; સાગરથી થોડેક આધે–બેપાંચ માઈલ જેટલે દૂર આવેલાં ગામા પણ આપણી તા મનોભૂમિકામાં ઉદ્દિષ્ટ હોય છે. गौवार्हीक: જેવાં ઉદાહરણો તો સ્પષ્ટપણે ઘસાઈ ગયેલા અલંકારો છે. કોઈ ભાષાવૈજ્ઞાનિકે કહ્યું છે કે, 'Language is a book of faded metaphors' એનું આ ઉદાહરણો નિચ્ચાર્થ છે. શબ્દની વાચ્યાર્થ કરતાં સવિશેષ અભિવ્યક્તિ એ કાવ્યની ભાષાનું પ્રાણપ્રદ તત્ત્વ છે એમાં શંકા નથી. પણ શબ્દનો વ્યંગ્ય અર્થ વક્તા, શ્રોતા, પ્રસંગ, કાકૂ આદિ અનુસાર શ્રોતા, રસિકજનને વિભિન્નતયા પ્રતીત થાય છે એમ એનું સ્વરૂપ સમજાવવાને ભલે કહેવાય, પરંતુ વાસ્તવમાં કાવ્યમાં વ્યંજનાનાં ઉદાહરણો લઈને એમનું સૂક્ષ્મ પરીક્ષણ કરીએ તો વ્યંજનાનુ આ પ્રકારનું સ્વરૂપ સ્થાપિત થઈ શકશે ખરું? અમુક વિશિષ્ટ પ્રકારનું કથયિતવ્ય બહુધા અમુક એક જ વિશેષાર્થ અભિવ્યક્તિ કરીને વિરમી જાય છે, અને એ વિશેષાર્થ જ રસિકજનાના મોટા ભાગને સમાન રીતે સહજપણે પ્રતીત થાય છે એમ મને લાગે છે. આપણે આગળ જે ઉદાહરણો જોઈશું એમાં સામાન્યતયા એક જ વિશેષાર્થ પ્રતીત થતો જણાશે. હવે મારા આજના પ્રધાન વકતવ્ય ઉપર આવું. ભાષાના શબ્દોમાં એક એવી વિશેષ શક્તિ છે, જે એના શબ્દોના કોશગત અર્થ (lexical meanings) અને વાકચબંધમાં એમના સ્થાનાપન્ન અર્થ (morphologieal meanings)ને અતિક્રમીને રહેલી છે. અર્થાત્, વાક્યનું સંપૂર્ણ કથયિતવ્ય એના ઘટક શબ્દોમાં સીમિત થઈ જતું નથી – એ સર્વથી અતિરિક્ત એવા ઊર્મિવત્ વિશેષાર્થ પણ એમાં અંતર્નિહિત હાય છે. સંસ્કૃત તાર્કિકોમાંથી કોઈએ એને अपदार्थ वाक्यार्थ તરીકે સમજાવ્યું! ‘છે:૫ આલંકારિકાએ એને વ્યંગ્યાથ તરીકે ઘટાવ્યા છે; વર્તમાન ભાષાવૈજ્ઞાનિકાએ એને ભાષામાં અંતર્નિહિત ઊર્મિતત્ત્વ તરીકે એળખાવ્યા છે;૬ તો વળી આધુનિક ચિંતાએ એને વાકચની સમગ્રતામાંથી થતા વિશેષા કહ્યો છે. કવિઓ ભિન્નભિન્નિ રીતે શબ્દોની આ શક્તિ-આ વિશિષ્ટ સામર્થ્ય પ્રગટ કરે છે. કેટલીક વાર વિશિષ્ટ સ્વરભંગિ−કાકૂ’–દ્વારા કવિ પોતાને અભિમત વિશેષાભિવ્યક્તિ કરે છે. સંસ્કૃત આલંકારિકોએ વેણીસંહારમાંથી આપેલું काकू – વિશિષ્ટ સ્વરભંગિ —નું ઉદાહરણ પ્રથમ જોઈએ ; तथाभूतां दृष्ट्वा नृपसदसि पाञ्चालतनयां वने व्यार्धै सार्धं सुचिरमुषितं वल्कलधरैः। विराटस्यावासे स्थितमनुचितारम्भनिभूतं गुरुः खेद खिन्ने मयि भजति नाद्यापि कुरुषु ॥ અહીં ચોથું ચરણ ‘કાકૂ’ – વિશિષ્ટ સ્વરભંગિમાં વિરામ પામે છે. કાકૂમૂલક વ્યંજનાનું આ ઉદાહરણ છે એમ આલંકારિકો જણાવે છે. એનો વાચ્યાર્થ છે કે ‘વડીલબંધુ કૌરવો પ્રત્યે હજીયે ગુસ્સે થતા નથી’ પણ કાકૂથી—વિશિષ્ટ સૂરથી(અહીં ઉચ્ચ સૂરથી) ઉચ્ચારતાં એનો અર્થ ખેદને યોગ્ય હું નહીં પણ કૌરવો છે’ એમ સૂચવાય છે. અહીં અર્થ શું આટલો જ માત્ર છે? છેલ્લા શબ્દ વિશેષ વિલંબિત, વધતા જતા સ્વરભાર(rising tone)થી ઉચ્ચારાયા હોય (नाद्यआमापि कुरुषु) તો એ વક્તાના શેષના નિદર્શક બનશે; અને જરા ધીમે સૂરે અને ઘટતા જતા સ્વરભાર (falling tone)થી, છેલ્લે અત્યંત મંદતાથી (नाद्याआपि कुरुषु) એમ ઉચ્ચારાયા હોય તો એ દુઃખના, ખેદના નિદર્શક બનશે. ભાષાની આ સૂરગત વિશેષાભિવ્યક્તિ ગણાય. સાહિત્યમાં આનાં અનેક નિદર્શનો મળશે. પ્રસિદ્ધ સંસ્કૃત સાહિત્યમાંથી વિવિધ સૂરભંગિનાં બેત્રણ ઉદાહરણા લઈએ : विचिन्तयन्ती यमनन्यमानसा... तपोधनं वेत्सि न मामुपस्थितम् । स्मरिष्यति त्वां न स बोधितोऽपि सन्... कथां प्रमत्तः प्रथमं कृतामिव ॥ १० અહીં ક્રમશ: સતત આરોહાત્મક સૂર દુર્વાસાના વધતા જતા ક્રોધના સૂચક છે. શાકુન્તલમાં સમસૂર-(even tone)નુ એક સુંદર ઉદાહરણ છે. શાન્તમના, સ્થિતપ્રજ્ઞ કણ્વ ઋષિની એ આશીર્વાદાત્મક વાણી છે : रम्यान्तरः कमलिनीहरितः सरोभि- श्छायादुमं र्नियमितार्कमयूखतापः । भूयात्कुशेशय रजोमृदुरेणुरस्याः शान्तानुकूलपवनश्च शिवश्च पन्थाः ।। કવિઓ સૂરોની અમુક વિશિષ્ટ લીલાથી વિશિષ્ટ વાતાવરણ સરજે છે. કાલિદાસે શાકુન્તલ'માં અને ભવભૂતિએ ‘ઉત્તરરામ-ચરિત'માં વૈદિક ઋચાઓના સૂરવિન્યાસનું અનુકરણ કરીને, સાથે વૈદિક સંહિતાઓમાં સુપ્રચલિત શબ્દને યથાસ્થાન વિનિયોગ કરીને એ શ્લોકોમાં વેદમંત્રનો આભાસ ઉત્પન્ન કર્યો છે. ઉ. ત. अमो वेदि परितः क्लुप्तधिष्ण्याः समिद्वन्तः प्रान्त संस्तीर्णदर्भाः । अपघ्नन्ता दुरितं हव्यगन्धे- वैतानास्त्वां वहनय पावयन्तु ॥१२ आविर्भूतज्योतिषां बाह्मणानां ये व्याहारास्तेषु मा संशयोऽभूत् । भद्रा ह्येषां वाचि लक्ष्मीर्निषक्ता नैते वाचं विप्लुतार्था वदन्ति ॥ १३ આ શ્લોકો સહજ રીતે વૈદિ વાતાવરણ સર્જે છે. કાવ્યમાં ધ્વનિવિન્યાસ એવો થયો હોય કે તેથી ધ્વનિઓનું ઉચ્ચારણ સામાન્ય પદક્રમમાં સલવે તેના કરતાં વિશેષ, એકસરખી વિલંબિતતાથી થાય, અર્થાત્ શબ્દોના નિશ્ચિત આંતરા પડે, તેમ એના ધ્વનિઓ વચ્ચે પણ એકસરખું, સામાન્ય કરતાં સવિશેષ અંતર રહે, તો તેથી કાવ્યમાં શબ્દાર્થથી અતિરિક્ત, સવિશેષ ઊર્મિવત્તા આવે છે. ઉ.ત. ‘ઉત્તરરામચરિત’ના નીચેના શ્લોક જુઓ : त्वं जीवितं । त्वमसि मे हृदयं । द्वितीयं । त्वं कौमुदी । नयनयो । रमृतं । त्वमङ्गे । इत्यादिभिः प्रियशतै । रनुरुध्य मुग्धां तामेव । शान्तमथवा । कमिहोतरेण ।। ૧૪ અહીં ઉચ્ચારણમાં શબ્દો વચ્ચેનું દર્શાવ્યા અનુસાર વિશેષ અંતર વાસંતીના નિઃશ્વાસ, ખેદનું સૂચક છે. પ્રથમ બે પંક્તિઓના નાના શબ્દો हृदयं कौमुदी नयन આદિના મૃદુ વર્ણ ખેદ કે દુ:ખ સૂચવે છે, તો ત્રીજી પંક્તિના દીર્ઘ શબ્દો અને પ્રિયશતં કે તામેય જેવા પ્રમાણમાં કશ, ઘટ્ટ, શબ્દો રાષ સૂચવે છે; તે છેલ્લે સામેવમાં ડૂસકુ અને પછી રુદન સંભળાય છે. એવું જ રુદન સરસ્વતીચન્દ્રના નીચેના પ્રસિદ્ધ શ્લોકમાં સંભળાતું નથી શું? શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી, થઈ રખે જતી અંધ વિયોગથી; દિનરૂપે સુભગા બની ર્હે, ગ્રહી કર પ્રભાકરના મનમાનીતા!૧૫ સમગ્ર શ્લોકમાં લગભગ બબ્બે વર્ણના શબ્દો છે—ગોવર્ધનરામની કાવ્યશૈલી માટે એ અસાધારણ ગણાય–એ જાણે ડૂસકાં ભરતાં, વચ્ચે વચ્ચે ડૂમા ભરાતાં અટકી જતા, નાયકની હૃદયવેદના વ્યક્ત કરે છે. એથીયે વિશેષ કરુણઘેરું રુદન કાન્તના નીચેના કાવ્યમાં છે : આકાશે એની એ તારા : એની એ જ્યોત્સ્નાની ધારા : તરુણ નિશા એની એ દારા : કયાં છે એની એ?”૧૬ વર્ણે વર્ણે કવિનું રુદન ધીમુ પણ અવિરત, વિષાદઘેરુ એમાં જાણે ઊભરાઈ રહે છે. દીર્ઘ વર્ણા, પ્રત્યેક અતિવિલંબિતપણે ઉચ્ચારાતાં આ અસર ઉદ્ભવે છે. ધ્વનિનું ત્વરિતાચ્ચારણ આથી ઊલટી જ અસર ઉત્પન્ન કરે છે. ઉ.ત. ‘વિજળી વ્યોમ છટાથી તરે છે, ઘોર ઘટા ઘન શોર કરે છે, જોબન જોર ભરે છે એના અંગમાં રે! “રાગ પ્રસન્ન, મનોહર, ઘેરો, હારક નાજુક ઢેલડી કરા, કરતો વિવશ નમેરો છેક અનંગમાં રે!૧૭ અહીં ત્ર્યક્ષરી અને ચતુક્ષરી ત્વરિતોચ્ચારિત શબ્દો ને શબ્દજૂથો, આનંદ–ઉલ્લાસ અને નર્તનના સૂચક છે. કાન્તના અન્ય.. કાવ્યમાં ધ્વનિસંયોજનથી પ્રથમ નિઃશ્વાસ અને થોડીક પંક્તિઓ પછી આનંદોલ્લાસ દર્શાવ્યા છે તે જુઓ : “આંસુ આવ્યાં નહિ પણ બની બાલિકા છેક ઝાંખી, ઊભી યત્ને, વિવશ ચરણે, મમ નિઃશ્વાસ નાંખી!’૧૮ આમાં દ્વિવણી શબ્દો ખેદ સૂચવે છે, અને ‘વિવશ’ અને ‘નિઃશ્વાસ’ જેવા શબ્દો નિઃશ્વાસના સૂચક છે. હવે કચ દેવયાનીનુ સાંત્વન કરે છે એ પછી દેવયાનીનો ઉલ્લાસ કવિએ દર્શાવ્યો છે. એ પંક્તિઓ જુઓ : “સ્ફુરે લાવણ્યનું શું આ પરિવર્તન અંગમાં : રમતી રમણી ભાસે દિવ્ય નૂતન રંગમાં!’૧૯ આ મધુરવર્ણો અને ત્યક્ષરી ત્વરિતાચાય શબ્દો રમતી ખોલક દેવયાનીનું નર્તન સૂચવે છે. આવી જ પ્રસન્નતા અને ઉલ્લાસ નીચેના ઉદ્દાહરણમાં જણાશે : “નવરંગ, પ્રફુલ્લ, ગુલાબ સમી મૃદુ, મૂતિ મનોહર માશૂકની!૨૦ કાન્તમાં શબ્દોની ધ્વનિ-વ્યંજકતાની અદ્ભુત દૃષ્ટિ છે. એમનાં કાવ્યોમાં ધ્વનિ વડે વિશેષાર્થ સૂચવતાં અનેક ઉદાહરણો મળે છે. ચક્રવાકમિથુન 'માંથી એકબે ઉદાહરણ જોઈએ : “ન્હાનાં ન્હાનાં ક્યહિં શુચિ સરો, કચ્છ ઉત્તાન રમ્ય.૨૧ આ પંક્તિ પ્રાકૃતિક સૌદર્યદર્શનમાંથી પ્રગટતી પ્રસન્નતા દર્શાવે છે. તો એથી વિપરીતપણે- “અંધારાનાં પ્રલયજલથી યામિની પૂર્ણ ઘોર, સ્વેચ્છાના વા કુટિલકૃતિના મંત્ર અવ્યક્ત શોર, ઊંડાણોમાં પડી સૂઈ જતા નિષ્ઠુર પ્રાણ કાલ : આભાસોથી થતુ' યુગલ ઉન્મત્ત એ સ્નેહબાલ!૨૨ એ પંક્તિએ અધારી રાત્રિની ધાર ભયાનકતા અને પ્રકૃતિની નિષ્ઠુરતા સૂચવે છે. શબ્દોના વિશિષ્ટ ધ્વનિથી એ વાતાવરણ સરજાય છે. ‘પૂર્ણ’, ‘ઘોર', 'અવ્યક્ત,' ‘નિષ્ઠુર', ‘ઉન્મત્ત' આદિ શબ્દો આ ભીષણ વાતાવરણ સરજવામાં સંપૂર્ણપણે સહાયક બને છે. ધ્વનિસૂચિત ભીષણતાનાં અન્ય ઉદાહરણો જુઓ. પહેલું ગુરુદેવ ટાગારના અભિસાર કાવ્યમાંથી છે, તો બીજું' એના મેઘાણીકૃત અનુવાદમાંથી છે. ત્રીજું મિલ્ટનના ‘Pardise Lost' એ મહાકાવ્યના પ્રથમ સર્ગ (Book I, LL. ૪૪–૪૮)માંથી છે. પ્રથમમાં જે નિયંત્રિત ભયાનકતા છે તે અનુવાદમાં વધારે બિભીષણ બને છે. એનું કારણ બંનેના ધ્વનિસંયોજનની વિશિષ્ટતામાં છે. सहसा झंझा तडित्शिखाय मेलिल विपुल आस्य । प्रलयशङ्ख बाजिल बात से, आकाशे वज्र धोर परिहासे अट्टहास्य ॥ २३ ગુરુદેવ ટાગોરના अभिसार કાવ્યની આ પંકિતઓને મેઘાણીકૃત અનુવાદ જુઓ : ‘ઓચિંતો આભ ફાડે લસલસ વીજળીજીભ-ઝૂલન્ત ડાચું,'... વાવાઝોડું જગાવી પવન પ્રલયના શંખ ફૂંકે કરાલ. આભેથી વજ્ર જાણે ખડખડ હસતું મશ્કરી કો'ની માંડે!'૨૪ મિલ્ટનમાં એ જ ભાવ છે. પણ એનું પ્રરૂપણ એથી વધારે સંયમિત (restrained) છે “Him the Almighty Power Hurled headlong flaming from the ethereal sky, with hideous ruin and combustion, down To bottomless perdition, there to dwell In adamantine chains and penal fire." એમાં સાથે સાથે અનંત ગર્તામાં અથડાતાકૂટાતા જતા યેહાઆના પતનનો પછડાટ ને એમનાં શસ્ત્રોના ખણખણાટ સંભળાશે. આ સર્વ ઉદાહરણોમાં શબ્દોના ધ્વનિમાં સ્વયં અર્થનિર્દેશ શક્તિ છે. કવિએ કેટલીક વાર હેતુપૂર્વક, કવચિત્ સભાનપણે, ધ્વનિ–સંયોજનથી વિશિષ્ટ વાતાવરણ નિષ્પન્ન કરતા હોય છે. એમાં અનુનાસિકોના સંયોજન દ્વારા વાદ્યસંગીત, ઘંટનાદ, કે નૂપુરધ્વનિ આદિ પ્રગટ કરવાનો—સૂચવવાનો ઉદ્દેશ હાય છે. આદિ કવિના પ્રસિદ્ધ શ્લોક मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः । यत्कौञ्चमिथुनादेकं अवधीः काममोहितम् ॥ –માં વીણાનું અનુરણન્ અનાયાસ સિદ્ધ થયું છે. કવિ કુલગુરુએ મેઘદૂતમાં એ હેતુપૂર્વક સાધ્યું છે. વીણાના તાર મેળવાય ત્યારે આમ ગામ એ રણકાર નિશ્ચિત અંતરે સંભળાય છે. કેવી ખૂબીથી, સાહજિકતાથી કાલિદાસે આ ધ્વનિસંયોજન કર્યુ છે તે જુઓ : पृच्छन्ती वा मधुरवचनां सारिकां पञ्जरस्थां * उत्सङ्गे वा मलिनवसने सौम्य निक्षिप्य वीणाम् मद्गोत्राङ्कं विरचितपदं गेयमुद्गातु कामा । तन्त्री मार्द्रा नयनसलिलेः सारयित्वा कथंचित् भूयोभूयः स्वयमपि कृतां मूर्च्छनां विस्मरन्ती ॥ २५ અહીં પ્રત્યેક પંક્તિમાં વીણાનું અનુરણન્ સ્પષ્ટ છે. પશ્ચિમના દેશોમાં નવીન વષે દેવળામાં ઘંટનાદ થાય છે. ટેનિસને કેવા કૌશલથી ln Memorium 'એ કાવ્યમાં કાવ્યધ્વનિમાં એનું પ્રતિકૃલન કર્યુ. છે તે જુઓ : “Ring out the old, ring in the new, Ring, happy bells, across the snow. The year is going, let him go, Ring out the false, ring in the new' આ પંક્તિમાં અનુરણનાત્મક અનુનાસિક ધ્વનિઓ વચ્ચે બરાબર માપેલું અંતર પડે છે, એથી એ મંદિરના ઘંટનાદની આબેનૂબ ધ્વનિપ્રતિકૃતિ સરાવે છે. કવિ નાનાલાલના નીચેના કાવ્યમાં આ જ પ્રકારે આવી જ અસર સાધવામાં આવી છે : ‘તુજ ગુંજ ઘંટા! ગુંજજે, ઝંકાર તુજ ઝંકારજે : આકાશમાં તોકાન, ધનના ભાર છે; વળી ધુમ્મસે ઘેરેલ તેજંબાર છે : અયિ! કાલના સાગર વિષે શમ્યું વર્ષ ઊંડી રાત્રિમાં, કઈ ગુંજ, ઘંટા! ગુંજ તુજ ગુંજાર તે વર્ષાન્તના.૨૬ મંદિરમાં આરતી ટાણે વગાડાતી નાની ઘંટડીઓના રણકાર શ્રી ઉમાશંકરના નીચેના કાવ્યમાં સંભળાય છેઃ “શમી ધણની ઘંટડી, વિરમી મ ંદિરે આરતી, વિલંબી કૃષિકારનાં મધુર કાશગીતા શમ્યાં’’૨૭ આ ભારયુક્ત વર્ણ સાથે સંલગ્ન અનુનાસિકની લીલા છે. આભૂષણની ઘૂઘરીઓનો સિંજારવ પણ કવિએ આવી જ કારીગરીથી દર્શાવ્યા છે. ઉ.ત. મેઘાણીના કવિવર ટાગોરના ‘અભિ- સાર’ કાવ્યનો અનુવાદ જુઓ : “ઓચિંતી અંધકારે ત્યાં ગુંજી છે પગઝાંઝરી. ઝીણી ઝીણી ઘૂઘરી રણકે દેહ–આભૂષણોની,’૨૮ કવિવરના મૂળ કાવ્યમાં માત્ર આટલી જ પંક્તિ છે: काहार नूपुरशिञ्जित पद सहसा बाजिल वक्षे |२८ એને બહેલાવીને મેઘાણીએ કેવળ ધ્વનિસામર્થ્યથી જ અર્થ કેવી સચોટ રીતે, ચારુતાથી પુષ્ટ કર્યો છે! કાન્તે અનુસ્વારના–સાનુનાસિક સ્વરોના ઉપયોગથી વનમાં રાત્રે મચી રહેલા કંસારી તમરાંના અવાજો પ્રત્યક્ષ કરાવ્યા છેઃ “કંસારી તમરાંના અવાજો આવતા હતા.૩૦ અનુસ્વાર અને र् ळ् જેવા અસ્વરાના પ્રાબલથી પંખીઓના કલરવ ભવભૂતિએ દર્શાવ્યા છે : 'कलमविरलं रत्युत्काष्ठः कणन्तु शकुन्तयः पुनरिवमयं देवो रामः स्वयं वनमागतः ॥૩૧ પ્રમાણમાં લાંખા શબ્દો અને આરોહાત્મક સૂર ઊભરાતા આનંદ વ્યક્ત કરે છે. ઉ. ત. “સંગીતામૃત વતાં પ્રથમ તે આનક વ્યાપી ગયા.૩૨ માધુર્ય એ ઊછળતું કચદ્ધિ ના સમાય”૩૩ તો નાના શબ્દો અને રનાં આવર્તનો ભય અને ગભરાટ સૂચવે છેઃ “બહુ બ્હીતી બ્હીતી થરથર થતા એ કરગરે”૩૪ ‘ઘોર’ ‘ઘેરું’ ઇત્યાદિ શબ્દોમાં घ વર્ણનો સવિશેષ ઉપયોગ ઘેરાપણું, ગંભીરતાનો સૂચક છે. अनिर्भिन्ना गभोरत्वादन्तर्गढघनव्यथः । ३५ “તરુવર તણી શ્યામ ઘેરી ઘટાથી,”૩૬ “ગગનના ભર શ્રાવણ–તારલા.’’ “ઘનઘટા મહીં ચાર ડૂબેલ છે.’૩૭ “ગંભીર ઘર રવે સરિતા કૂદે છે.’૩૮ श् स् ધ્વનિઓ નિઃશ્વાસનાં, શોકનાં પ્રતીક છે. ઉ. ત. हृदयकुसुमशोषी दारुणो दीर्घशेाकः ग्लपयति परिपाण्डु क्षाममस्याः शरीरम्!३9 Regions of sorrow, doleful shades, where peace And rest can never dwell: hope never comes That comes to all,૪૦ ઋકાર અને કોમલવર્ણો મૃદુતાના, અને ઠ વર્ણનો કઠોરતાનો, નિદર્શક છે. ભવભૂતિની નીચેની પ્રસિદ્ધ પંક્તિઓ ધ્વનિઓની આ શક્તિના બહુ સૂચક નિદર્શનરૂપ છે : वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि४१ अयि कठोर, यशः किल ते प्रियं किमयशेा ननु घोरमतः परम्! किमभवद् विपिने हरिणीदृशः कथय नाथ कथं बत मन्यसे ॥ ४२ ટાગોરના અને મેઘાણીના અનુવાદ “તમે મૃદુ, આ ધરતી કઠોર, ઘટે ન આંહીં પ્રિય તારી શધ્યા.૪૭ — એ ૫ંક્તિઓમાં આનો જ પ્રતિધ્વનિ સંભળાય છે. કાન્તમાંથી આવુ જ કઠેરની અભિવ્યક્તિનું ઉદાહરણ જુઓ : ए धरणीतल कठिन कंठोर, ए नहे तोमार शय्या!४४ ‘ઊંડાણોમાં પડી સૂઈ જતો, નિષ્ઠુર પ્રાણ કાલ,૪૫ માર્દવની અભિવ્યક્તિનાં અનેક ઉદાહરણા આપી શકાયઃ "अयं कण्ठे बाहुः शिशिरमसृणो मौलिक सरः । किमस्याः न प्रियो यदि परमसह्यंस्तु विरहः ॥४६ “હૈયું એનું મૃદુલ વિરલું ગર્ભમાંથી ઘડેલું”૪૭ “મૃદુલ પિચ્છ થકી પ્રિય તે લ્હુવે”૪૮ સંયુક્તાક્ષરનાં થડકા બલ, સામર્થ્ય, અને અધોષવર્ણ અને મૂર્ધન્યના સંયોગથી ચંડતા દર્શાવવામાં આવી છે. ઉ. ત. “શોભીતા શા સહુ અવયવો સ્નિગ્ધ, ગોરા, ભરેલા, યોગાભ્યાસ પ્રબલ થકી શા ચોગ્યતામાં ઠરેલા.’૪૯ “ઊંચાં પ્રચંડ શિખરો નભને અડે છે.”૫૦ ओ અને आ સ્વરોનાં આવર્તનો વિસ્તાર, પથરાટ સૂચવે છે. ઉ. ત. सेाऽह्माजन्मशुद्धानामा फलादयकर्मणाम् । असमुद्रक्षितीशानामानाकरथवर्त्मनाम् ॥५१ એ રઘુવંશના પ્રારંભના શ્લોકો, કે ન્હાનાલાલની “છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ, દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય.પર એ ‘પિતૃતર્પણ'ની સુપ્રસિદ્ધ પક્તિએ બાનાં આવર્તનો દ્વારા વિસ્તાર સૂચવે છે. શ્રી સુંદરમ્ના એક કાવ્ય (‘શશી ભૂલ્યો’ – ‘વસુધા”)માં પુરુષ અને સ્ત્રીની કિમપિકિમપિ મંદ મંદ વિશ્રમ્ભગોષ્ઠિનું વર્ણન કર્યું છે. અનુષ્ટુપ છંદના પ્રત્યેક ચરણના પૂર્વાર્ધમાં સ્ત્રીનું વર્ણન આવે છે. પુરુષના વર્ણનમાં વિશેષપણે આા સ્વરનાં આવર્તનો છે, તો સ્ત્રીના વર્ણનમાં સવિશેષપણે इ સ્વરનાં આવર્ત છે. આ પ્રકારનો વર્ણવિન્યાસ પુરુષ વ્યૂઢેરસ્ટ, મહાકાય, શાલપ્રાંશુ છે તો સ્ત્રી સુકુમાર મનોહર છે એમ સહજપણે સૂચવી દે છે. એમાંથી ત્રણચાર ૫ંક્તિઓ ઉદાહૃત કરીએ તો આ વિધાનની સદ્યઃ– પ્રતીતિ થશે : ‘આપની મેઘ શી કાયા.’ ‘તું વિદ્યુત્ સ્વર્ણરંગિણી.’ ‘આપના તેજ–અંબાર’. ‘તું મારી પુણ્યપદ્મિની.’ ‘આપ તો માતરિશ્વા શા.’ ‘તું સુગન્ધ ધરાતણી.’ ‘આપ ઐશ્વર્યના સ્રષ્ટા.’ ‘તું મારી રિદ્ધિરક્ષિણી.’ आનાં આવને વિસ્તારનાં સૂચક છે. ઉ. ત. કાન્તની “વ્યોમ સાગરને તટે, મુખ તે વિધુલક્ષ્મીનુ જો સખે.૫૩ તેમ મેઘાણીની “અંગે ઝૂલે પવન-ઊડતી ઓઢણી આસમાની’૫૪ એ ૫ંક્તિમાં ओનાં આવર્તનો વિસ્તારનાં સૂચક છે. त्ના કેટલાક સંયોગો દીપ્તિના સૂચક બને છે. જેમ કે, “ગાલે, નેત્રે, સકલ વને, દીપ્તિ સર્વત્ર ભાસે, જ્યોત્સ્નાને એ વિશદ કરતા સ્વચ્છ આત્મીય હાસે.”૫૫ “ઝબુક ઝબુક જ્યોતિ ગુપ્ત કો દીપકેથી કરુણ વિમલ નેત્રે સંત કેરે પડે છે.૫૬ અહીં પ્રારંભના લઘુ વર્ણ ઝબકતા પ્રકાશનું સૂચન કરે છે એ જ પ્રમાણે કાન્ત પ્રકાશના તરલ ચમકારા દર્શાવવા એમના ‘સાગર અને શશી’ એ કાવ્યમાં તરલ ચમકારા દર્શાવવા એમના ‘સાગર લઘુવર્ણોનાં ત્વરિત આવર્તનોથી ચમક ચમક થતા પ્રકાશની છટા વ્યક્ત કરી છે. જલધિ જલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમ–સર માંહિ• ‘સરતી.’૫૭ લઘુવર્ણવિન્યાસ ત્ નાં આવનોથી ત્વરાનો ભાવ પણ કવિએ નીચેની પંક્તિઓમાં ઉત્કૃષ્ટ રીતે પ્રકટ કર્યો છે. હવે તો મેદાને વરતનુ દીસે છે વિચરતી, વિલોકે સામે, ત્યાં ત્વરિત ચરણોની ગતિ ગતી.૫૮ તો એ બંને સાથે નાં આવા દ્વારા તરલ તરણી સમી સરલ તરતી, પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી.’૫૯ ઇ. માં તરલતા પણ અભિવ્યક્ત કરી છે. માઁદસુમંદ ધ્વનિઓના મન્ત્ર વિન્યાસ મંદતા સૂચવે છે. किमपि किमपि मन्दं मन्दमासक्तियोगाद् विरलितकपोलं जल्पतोरक्रमेण । अशिथिलपरिरम्भव्यापृतैकैकदोष्णो रविदितगतयामा रात्रिरेव व्यरंसीत् ॥६० –માં પ્રથમ ચરણમાં મંદતા વ્યક્ત થાય છે, તે તૃતીય ચરણના સુઘટ્ટ વર્ણોનું સમસ્ત પદ અશિથિલ આશ્લેષ ઘોતિત કરે છે. કાન્તની ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય,૬૧ “ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ’૬૨ — એ ૫ંક્તિઓમાં પ્રારંભના સુદીર્ઘ મંથર ધ્વનિઓ ધીમાપણું દર્શાવે છે. અહીં સુધી સમસ્ત ચરણોમાં નિવિન્યાસની નિરનિરાળી છટાઓ આપણે જોઈ. પૃથક્ પૃથક્ શબ્દમાં પણ આ પ્રકારની વિશેષાભિવ્યક્તિનું સામર્થ્ય નજરે પડે છે. ક્રમશઃ એનાં ઉદાહરણા જોઈએ. • ‘ચમક’, ‘ઝમક’, ‘ઝળક’ જેવા એક ‘અક’અતી ગુજરાતી ધ્વનિવિન્યાસો (સરખાવો glare, flare, flame આદિ L—ધ્વનિવાળા અંગ્રેજી શબ્દોના ધ્વનિવિન્યાસો) પ્રકાશના ચમકારા દર્શાવે છે. ઉ.ત. વિદ્યુલ્લી પ્રબલ ચમકી જ્યોતિ સાથે મળે છે. “ ચમકી. પલક માંહે સંત જાગી ઊઠે છે... ઝબુક ઝુક જ્યાતિ ગુપ્ત કો દીપકેથી’૬૪ ‘સ્વચ્છ’ જેવા શબ્દોના તાલવ્ય ધ્વનિસંયોગ સ્વચ્છતા અને સુઘડતાના દ્યોતક છે. ઉ. ત. “ન્હાના સાદા શયનગૃહમાં સ્વચ્છ દીવો મળે છે.’૬૩ ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી.’૬૫

આદિ દીર્ઘ સ્વર અને ગ્લાનિપ્રેરક વ્યંજનવાળા શબ્દો શ્યામ વર્ણના નિદર્શક છે.. ત. ‘ઝાંખાં', કાળાં’, ‘શ્યામ’, ‘dark’, ઈ. લઘુવર્ણો વચ્ચેનો સ્વરભારયુક્ત દીવ ભાર દર્શાવે છે.. ત. મહીધર; તો કેવળ લઘુક વર્ણો હળવાપણું દર્શાવે છે. ઉ. ત. પરિલઘુ પયઃ ભોમ આંદોલન, ચંચળતાનો નિર્દેશક છે. त् અને र्ના સંયોગો જેમ તરલતા દર્શાવે છે તેમ સ્ અને ર્ના સંયોગો સરણ સૂચવે છે. ઉ. ત. “સરે વા જે રીતે સુરસરિતમાં સૌમ્ય કરિણી’’ स्रोतोवहा सागरगामिनीव66 फ અને र ફરકવું, ફરફરવુ સૂચવે છે. ફરતાં ફરતાં આવ્યો એક માલતીમડપ”૬૭ ફર ફરર ફૂંકી આકળો વાયુ વાય.૬૮ તો य અને ह વર્ણ વહનના વાયુની લહેરાના સૂચક છે. ઉ. ત. “વહે થંડો વાયુ કરી દઈ બધે શાંતિ વનમાં’૬૯ “વાયુની હેરીએ વહેતા આવે દૂર સુદૂરથી’૭૦ “હેત હૈયાનાં વહતી વાજે વાંસળી’’૭૧ મૂર્ધન્ય વર્ણ અને તન્સ્થાનીય અનુનાસિકથી ખડખડાટ, પાત્રના ખણખણાટ, ઇ. ધ્વનિ દર્શાવાય છે. ઉ. ત. “ચરણ અથડાતાં ઊભી સ્તબ્ધ છાની.” વ્યોમથી જળની ધારા જોરમાં પડતી હતી, ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી.’૭૩ Hurled headlong flaming from the ethereal sky, With hideous ruin and combustion, down To bottomless perdition, there to dwell In adamantine chains and penal fire.૭૪ વર્ણ વિન્યાસના લંબાવવું, લઈ લેવું સૂચવે છે, का लम्बयेदाहरणाय हस्तम्!७५ લંબાવેલા સ્વરમધુર આવ્યામ માંહે ફરે છે”૭૬ બોલાવતી ધસતી બાલક દેવયાની”૭૭ અત્યંત પોચા દ્વિર્ભાવિત વર્ણો અત્યંત પોચી જુગુપ્સિત શરીરસ્થિતિ સૂચવે છે. “ગેગેલા એ શરીર ઉપરે ફેરવી હાથ ધીરો.’, “તન લદબદ આખું શીતળાનાં પરુથી.”૭૮ ऋजु જેવા મૃદુ વર્ણી શબ્દો પ્રકૃતિની સરળતા દર્શાવે છે, वक्र જેવો કશધ્વનિ શબ્દો વિચિત્ર કર્કશ પ્રકૃતિના સૂચક છે. શબ્દોના આ અંતરંગ ધ્વનિસામર્થ્યના સંસ્કૃત અલંકારશાસ્ત્રે અભ્યાસ કર્યો છે, પણ સામાન્ય સામૂહિકરૂપે ધ્વનિના વિભિન્ન વિન્યાસોથી ભિન્ન ભિન્ન શબ્દો કેવી વિશેષાભિવ્યકિત કહે છે તે દર્શાવ્યું નથી. ઉ.ત. સંસ્કૃત આલંકારિકોએ પ્રસાદ, માધુર્ય અને ઓજસ એ કાવ્યગુણોનું વર્ણન કર્યું છે. ચિત્ત આટ્લાદ પામી દ્રવીભૂત બને તે માધુર્ય સંભોગ શૃંગાર, કરુણ, વિપ્રલંભશૃંગાર અને શાંતમાં એ ઉત્તરોત્તર વિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે.’ ચિત્તને વિસ્તારનાર દીપ્તિમય સ્થિતિને આજસૂ કહે છે. એ વીરરસમા, ખીભત્સમાં અને રૌદ્રમાં ક્રમશઃ અધિક તે અધિક પ્રમાણમાં નજરે પડે છે. ‘સૂકા લાકડામાં જેમ અગ્નિ પ્રસરે અથવા સ્વચ્છ જળ જેમ સર્વત્ર પ્રસરી જાય તેમ ચિત્તને વ્યાપી દેતો, સર્વરસ અને અને સરચનામાં રહેલો તે પ્રસાદ્ગુણ છે.૮૧ આલંકારિકાએ ट વર્ગ સિવાયના સ્પર્શવ્યંજનો પોતાના વના અનુનાસિક સાથે સંયોગ પામેલા હૃસ્વસ્વરયુક્ત ર કાર અને ણ કાર માધુ ગુણના વ્યંજક છે એમ દર્શાવ્યું છે. વર્ગીય પ્રથમ વ્યંજનને તૃતીય વ્યંજનના દ્વિતીય અને ચતુર્થ સાથે સંયોગની સાથે કોઈ પણ વર્ણનો સંયોગ, બે સમાન વર્ણોના સંયોગ (દ્વિર્ભાવ) ણ–કાર સિવાયના ષ વર્ણના વ્યંજનો, અને શ–ષ, દીર્ઘ સમાસ અને ઉદ્ધત રચના ઓજસ ગુણ વ્યક્ત કરે છે. સાંભળતાં વાર જ શબ્દોમાંથી અર્થ પ્રતીત થાય તેવી રચના પ્રસાદ્ગુણ વ્યક્ત કરે છે. અહીં વર્ણોના સામર્થ્યનું આલંકારિકોએ સામાન્ય ભાવે દર્શન કર્યું છે, પણ એના વિશિષ્ટ વિન્યાસાની ઝીણવટભરી સોદાહરણ ચર્ચા કરી નથી. ઉપરની સોદાહરણ ચર્ચા ઉપરથી એ પ્રકારની સમીક્ષા કરવી, ધ્વનિઓના વિવિધ વિન્યાસોનાં મૂલ્ય આંકવાં શક છે એમ પ્રતીત થશે. પાશ્ચાત્ય ભાષાવૈજ્ઞાનિકોમાંથી કોઈ કે શબ્દોની આ પ્રતીકાત્મક શક્તિ વિષે અછડતો ઉલ્લેખ કર્યો છે. એમણે પ્રારંભે, મધ્યે અને અંતે સમાનનિ હોય તેવા શબ્દોના વર્ગો પાડીને એમની પ્રતીકાત્મકતાનો નિર્દેશ કર્યો છે. ઉ.ત., પ્રારંભે શબ્દોમાં flash, flare, flame, flicker આદિગતિવંત પ્રકોશ’ના સૂચક છે; તો glow, glare, glint આદિ ‘સ્થિર પ્રકોશ’ના નિર્દેશક છે. crack, crash આદિ, અવાજ સાથે આઘાત’ (noisy impact) દર્શાવે છે; તો scratch, scrap, scream આદિ કર્કશ ઘર્ષણધ્વનિ’ (grating sound) દર્શાવે છે. અંતિમ સમાનધ્વનિવાળા શબ્દોમાં clash, crash, dash, splash ‘તીવ્ર ગતિ' (violent movement) દર્શાવે છે; blare, flare, glare, જેવા શબ્દો ‘ઝળહળતો પ્રકાશ કે માટેા અવાજ (big light or noise) દર્શાવે છે; fimmer, glimmer, simmer, ઇ આછે. પ્રકાશ કે અવાજ દર્શાવે છે. કાવ્યની ભાષાના શબ્દોની ધ્વન્યાત્મક પ્રતીકતા આપણે જોઈ ગયા. સામાન્ય વ્યવહારની ભાષામાં પણ શબ્દોના આવા વર્ગો પાડી. શકાય, જેના અર્થમાં એક પ્રકારની સમાનતા હોય : ઉ. ત. તૂટ, ફૂટ,, લૂંટ, ફૂટ = તૂટવાની ક્રિયા તોડ, ફાડ, મોડ = તોડવાની ક્રિયા ચૂંટ, ઝૂંટ, લૂંટ = બળપૂર્વક લઈ લેવાની ક્રિયા ઝટકો, ઝાટકો, ફટકો = ઝડપી ઘા ઝપાટો, સપાટો લપાટ, થપાટ = થપાટ જેવો અવાજ (slapping sound) કડાકો, ધડાકો, ફડાકો, ભડાકો = અચાનક મોટો અવાજ (Sudden noise) ત્રાડ, બરા, રાડ = ગર્જના ત્રાટકવું, બાટકવુ = અચાનક તૂટી પડવું અચાનક હુમલો કરવો અક્કડ, ફક્કડ, પક્કડ, જક્કડ = અક્કડ સ્થિતિવાળું ફડક, ધડક, થડક = ધ્રૂજવું વંટોળ, ગોળમટોળ, વળોટ, ગલોટિયુ = ગોળાકાર (ગતિ) ચક્કર, ટક્કર = ગોળાકાર ગતિ કે આધાત અધ્ધર, સધ્ધર ઊંચુ કરગરવુ, કગરવું, રગરગવું = દયાજનક યાચના કળકળાટ, કકળાટ, કકળાણ = કકળાટ કરવો ખડખડ, ખડસડ, ચડભડ = કજિયો કરવો; કજિયાની બોલાચાલી કણમણ, ગણગણ, ચણભણ, છણભણ = ધીમા અવાજે બોલવું, તેવી રીતે છાની ટીકા કરવી. ચણચણ, ઝણઝણ, બણબણ, સણસણ = ધીમા ગણગણાટ જેવો અવાજ હર્ફ, ડફ, ઝબ, ડબ, ઝટ, પટ, ફટ=એકદમ પટોપટ, સટેાસટ, સડેડાટ, હડેડાટ = એકદમ અત્યંત જળવું, બળવું, સળગવું, પ્રજળવું, તેજ, આજસ્વી, તેજસ્વી, ઊર્જ સ્વી તેજ, જ્યોતિ, જ્યોત્સ્ના, દીપ્તિ પ્રકાશ, તડકા, ભડકા ચળક, ઝળક = પ્રકાશિત છળહળ, ઝાકઝમાળ = અતિ પ્રકાશિત ચમકવું, દમકવુ. ઝબકવુ ઝબૂકવું = ક્ષણિક પ્રકાશ; ઝૂકવું ઝૂમવું ઝઝૂમવુ = = નમવું, લળવું એકદમ એકદમ, અત્યંત ઝડપથી = બળવાની ક્રિયા તેજયુક્ત તેજ મોટો પ્રકાશ પ્રકાશિત (Shining) અતિ પ્રકાશિત ક્ષણિક પ્રકાશ; પ્રકાશનો ચમકારા ઝૂલવુ, ઝૂલા, ડાલવુ, ચકડાળ = સાંદોલિત ગતિ

કાવ્યની ભાષામાં ધ્વન્યાત્મક પ્રતીકોનાં ઉદાહરણો આપણે પ્રકામ- પણે જોયાં, અને એમની વિશેષાભિવ્યક્તિની શક્તિનું નિરીક્ષણ કર્યુ સામાન્ય વ્યવહારની દૈનંદિન ખાલાતી ભાષામાં પણ ધ્વનિવિન્યાસોમાં અમુક પ્રકારનું અર્થજ રહેલું છે એ પણ આપણે અનેક ઉદાહરણામાં જોયુ. આ પ્રતિપાદનની મર્યાદાઓ પણ સમજી લેવી ઘટે છે. જુદી જુદી ભાષાઓમાં ભિન્ન ભિન્ન ધ્વનિવિન્યાસોનાં એકસરખાં અર્થમૂલ્ય-એકસરખી વિશેષાભિવ્યક્તિ કે વ્યંજક્તા હોતાં નથી; ઉ. ત. સંસ્કૃત ભાષાના ઘણા પ્રત્યયોમાં અંત્ય અનુનાસિક હોય છે તેથી સંસ્કૃત અનુનાસિકોનો જેટલો વ્યાપક પ્રયોગ ભારતીય આર્ય ભાષાઓમાં થતો નથી. એ જ રીતે દક્ષિણની તામિલ, કે તેલુગુ જેવી ભાષાઓમાં મૂર્ધન્ય વર્ણો જેટલી સાહજિક્તાથી પ્રચુરપણે આવે છે, તેટલી પ્રચુરતાથી વર્તમાન ભારતીય આ ભાષાઓમાં વપરાતા નથી. આ સને કારણે એક ભાષામાં જે ધ્વનિવિન્યાસ વિશિષ્ટ હાય ને વિશેષાભિવ્યક્તિ સરજે, તે અન્ય ભાષામાં બહુ જ સાહજિક હોય, ને તેથી જ તેવી વિશેષાભિવ્યક્તિ ન સિદ્ધ કરી આપે એ સ્વાભાવિક છે. બીજી ખાસ લક્ષમાં રાખવાની વાત એ છે કે પરાપૂર્વના સંકેતથી શબ્દોને પોતાનો પ્રાથમિક અર્થ પ્રાપ્ત થાય છે; એ અર્થ ઉપર વિશિષ્ટ નિવિન્યાસોથી વિશેષ અભિવ્યક્તિ પ્રસ્થાપિત થાય છે. શબ્દને પોતાનો સ્વકીય પ્રાથમિક અર્થ સિદ્ધ થયેલો ન હોય તો આ સુવિશિષ્ટ પ્રકારના ધ્વનિવિન્યાસો દ્વારા એને પોતાનો પ્રાથમિક અર્થ પ્રાપ્ત થાય એ સંભવિત નથી. પણ, સમગ્રપણે વિચારતાં એમ અવશ્ય કહી શકાય કે વિશિષ્ટ ધ્વનિવિન્યાસોથી શબ્દને એના પરંપરાગત પ્રાથમિક અને સામાન્યપણે સમગ્રતયા પરિપુષ્ટ કરે એવો વિશેષાર્થ પ્રાપ્ત થાય છે. આગળ આપેલાં સંખ્યાબંધ ઉદાહરણો આ વિધાનની પ્રતીતિ કરાવશે. અન્ય કલાઓમાં પણ આની સમાન પરિસ્થિતિનાં નિદર્શનો મળશે. ઉ.ત. ચિત્રકળામાં ગભીર ઘેરા ભાવોનું આલેખન ઉદ્દિષ્ટ હોય તો કલાકાર સહજ રીતે ઘેરા રંગો (sombre colous—ભૂરા, કાળા, ભૂખરા ઇ.)નો વિશેષ ઉપયોગ કરે છે, પણ જો એનું ચિત્રવસ્તુ ઉલ્લાસભર્યું હોય તો અહોલ્લાસી રંગે (gay colours–લાલ, પીળો, નારંગી, સોનેરી આદિ) વાપરે છે. એ જ પ્રમાણે સામાન્ય રીતે ગાયકૈા સૂરોના અમુક પ્રકારના વિન્યાસોથી કરુણનું; તો અન્ય પ્રકારના વિન્યાસોથી વીરનું તે આનંદોલ્લાસનું વાતાવરણ જમાવે છે. સંગીતથી અનભિજ્ઞ જન ઉપર પણ આ વિશિષ્ટ વાતાવરણની અસર થાય છે. એ જ પ્રકારે કવિ વિશિષ્ટ ધ્વનિવિન્યાસોથી વિશિષ્ટ વાતાવરણ સરજે છે અને કાવ્યાની વિશેષાભિવ્યક્તિ સિદ્ધ કરે છે. બેશક, અતિ મહાન કલાકારો આવી વિશિષ્ટ કારીગરીનો ઉપયોગ કર્યા વિના પણ પોતાને અભિમત વિશેષાભિવ્યક્તિ કરી શકવા સમર્થ હોય છે. પણ, એકંદરે, કલાનિર્મિતિમાં બહુધા વિશિષ્ટ વિશિષ્ટ પ્રક્રિયાઓની સહાયતા લઈને વિશેષાભિવ્યક્તિ સિદ્ધ કરવી સામાન્ય હોય છે. એ રીતે કાવ્યકલા ધ્વન્યાત્મક પ્રતીકોના વિભિન્ન વિન્યાસોથી અભિમત અર્થની વિશેષાભિવ્યક્તિ સિદ્ધ કરે છે.

૧૬મું સંમેલન



ટીપ:
1. સરખાવો : साक्षात् संकेतितं येोऽर्थमभिधत्ते स वाचकः’ ।' काव्यप्रकाश 2-7
2. સરખાવો : मुख्यार्थबाधे तद्धयोगे रूढितोडनो अन्योडथो लक्ष्यते तय्सा यत्सा लक्षणाडडरोपिता क्रिया । काव्यप्रकाश 2-1 - काव्य प्रकाश २-७.
3. સરખાવો : अनेकार्थस्य शब्धस्य તોડથ યેનનાત્ यत्सा लक्षणाss पिता लक्षणाऽऽरोपिता - काव्यप्रकाश २-१
वाचकत्वे नियन्त्रिते ।
संयेागाद्यैरवावार्थंधी कृद्व्यापृतिरञ्जनम्’ ॥
- काव्यप्रकाश २-१४
4. સરખાવો : - वक्तृबोद्धव्यकाकूनां-वाक्यवाच्यान्यसंनिधे’
प्रस्तावदेशकाल। दैर्वैशिष्ट्यात्प्रतिभाजुषाम्।
योऽर्थस्यान्यार्थधीहेतुर्व्यापारी व्यक्तिरेव सा ॥
- काव्यप्रकाश 3-२1-22
5. સરખાવો :
आकाङ्क्षायोग्यतासंनिधिवशात् वक्ष्यमाण स्वरूपानां पदार्थानां समन्वये तात्पर्यार्था विशेष वपुरपदाथेऽपि वाक्यार्थः समुल्लसतीत्यभिहितान्वयवादिनां मतम्’ ।
- काव्यप्रकाश उ. र-सू ७ वृत्ति.
૫. સરખાવો : “The complete content of a sentence is not exhausted when the words composig it are known and its grammatical elements analysed. It still has an affective value which must be taken fnto account."
- J. Vendryes: Language, P. ૧૯૯.
૭. સરખાવો : "Sentences have two other properties. The first is that they are composed of words, and have meaning derivative from that of the words they contain; the second is that they have a certain kind of unity, in virtue of which they are capable of properties not possessed by thetr constituent words." = Bertrand Russel : An Enquiry into
Meaning & Truth.
८. वेणीसंहार, १ - ११
૮. સરખાવો : अत्र मयि न योग्यः खेदः कुरूषु तु
योग्य इति काक्वा प्रकाश्यतेः ।’ - काव्यप्रकाश उ० ३
१०. शकुन्तल, अङ्क ४ - श्लोक १.
११. शाकुन्तल, अङ्क ४-१०.
१२. शाकुन्तल, अङ्क ४-७
૧૩. ઉત્તરરામરિત, અદ્દ ૪ શ્લો ૨૬.
૧૪. ઉત્તરરામરિત, અ૬ રૂક્તો ૨૬.
૧૫. ‘સરસ્વતીચ’દ્ગ’, ભાગ-૧, પૃ. ૧૭.
૧૬. પૂર્વાલાપ, ‘વિપ્રયોગ પૃ. ૧૩૩
૧૭. પૂર્વાલાપ, ‘મત્તમયૂર’ પૃ. ૧૩૪
૧૮. પૂર્વાલાપ, દેવયાની’ ૯. પૃ. ૧૧૮
૧૯. પૂર્વાલાપ દેવયાની’ પૃ. ૧૧૯.
૨૦. પૂર્વાલાપ, ‘મનોહરમૂર્તિ'’, પૃ. ૧૬૯.
૨૧. પૂર્વાલાપ, ચક્રવાકમિથુન’, પૃ. ૧૧૦
૨૨. ‘પૂર્વાલાપ’, ‘ચક્રવાકમિથુન’, પૃ. ૧૧૧
૨૩. રવીન્દ્રનાથ ટાગોરષ્કૃત ‘अभिसार' કાવ્યમાંથી; જુએ ગુજરાતી જોત્તરશતી પૃ. ૧૪૯.
૨૪. ઝવેરચંદ મેધાણીકૃત ‘રવીન્દ્રવીણા' પૃ. ૪૦,
૨૫. મેઘદૂત, ઉત્તરમેઘ, શ્લોક ૨૨-૨૩
ર૬. નાનાલાલ, ‘ઘંટારવ', કેટલાંક કાવ્યા', ભાગ-૧ પૃ. ર
૨૭. ઉમાશંકર જોશી, ‘મુખકંદરા', ગંગોત્રી', પૃ. ૧૦૩
૨૮. મેઘાણીકૃત, ‘રવીન્દ્રવીણા’, પૃ. ૩૯.
૨૯. રવીન્દ્રનાથ ટાગોર, ‘અભિસાર '; એકાત્તરશતી, પૃ. ૧૫૫.
૩૦. કાન્ત, ‘વસન્તવિજય’, ‘પૂર્વાલાપ', પૃ. ૯૯.
૩૧. ઉત્તરરામરિત, અઙ્ક ૩-શ્લોક ૫
૩૨. કાન્ત, ‘વસન્તવિજય', પૂર્વાલાપ', પૃ. ૧૦૪,
૩૩-૩૪. કાન્ત, વસન્તવિજય’, ‘પૂર્વાલાપ', પૃ. ૧૦૪, ૧૦૫.
૩૫. ઉત્તરરામચરિત, અઙ્ક ૩ શ્લોક ૩
૩૬. મેઘાણીકૃત રવીન્દ્રવીણા’, પૃ. ૪૧.
૩૭. એજન, પૃ. ૩૯.
૩૮. નરસિંહરાવ, ‘કાવ્યકુસુમ’, પૃ. ૯૭.
૩૯. ઉત્તરરામરિત અઙ્ક ૨-શ્લોક ૪૩
૪૦. Milton,’ Paradise Lost’ Book I, ૧૧.'-૬૫-૬૭
૪૧. ઉત્તરરામચરિત, અઙ્ક ૨-શ્લોક-૪૩.
૪૨. ઉત્તરરામચરિત અઙ્ક ૨-શ્લોક ૨૭.
૪૩. રવીન્દ્રનાથ રવીન્દ્રનાથ ટાગોર, અભિસાર
૪૪. મેઘાણી, ‘રવીન્દ્રવીણા’, પૃ. ૪૦
૪૫. કાન્ત, ‘ચક્રવાકમિથુન'; પૂર્વાલાપ, પૃ. ૧૧૧.
૪૬. ઉત્તરરામચરિત, ૧/૩૮.
૪૭. કાન્ત ‘દેવયાની’, પૃ. ૧૧૮,
૪૮. કાન્ત, ચક્રવાકમિથુન; પૃ. ૧૧૩.
૪૯. ‘કાન્ત’ ‘દેવયાની’;
૫૦. ‘વસંતવિજય’ પૃ. ૧૦૦
૫૧. રઘુવંશ ૧/૫.
૫ર. ન્હાનાલાલ, કાન્ત, ‘વસંતવિજય’; ‘પિતૃતર્પણ’
૫૩. કાન્ત, ‘દેવયાની’; પુ. ૧૧૭,
૫૪. મેઘાણી, ‘રવીન્દ્રવીણા’, પૃ. ૩૯. પૂછ્યું, કાન્ત, ‘દેવયાની’; પૃ. ૧૧૬.
૫૬. મેઘાણી, ‘રવીન્દ્રવીણા’, પૃ. ૩૯.
૫૭ કાન્ત, પૃ. ૧૫૬.
૫૮. કાન્ત, ‘દેવયાની'; પૃ. ૧૧૬.
૫૯. ચલ, કાન્ત, ‘સાગર અને શશી'; પૃ. ૧૫૬.
૬૦. ઉત્તરરામચરિત, ૧/૨૭.
૬૧. કાન્ત, ‘વસંતવિજય '; પૃ. ૧૦૩.
૬૨. કાન્ત, ‘ચક્રવાકમિથુન’, ૩. ૧૧૨.
૬૩. કાન્ત, ‘રમા', પૃ. ૮૬;
૬૪. મેઘાણી, રવીન્દ્રવીણા', પૃ. ૩૯;
૬૫, કલાપી, ગ્રામ્યમાતા.
૬૬. રઘુવંશ ૬/૫૨
૬૭. કાન્ત,
૬૮. મેઘાણી * રવીન્દ્રવીણા’, પૃ. ૪૧.
૬૯. ૐ કાન્ત,
૭૦, મેઘાણી, ‘રવીન્દ્રવીણા,’
૭૧. ન્હાનાલાલ.
૭૨. મેઘાણી
૭૩. કાન્ત, ‘રમા,’ પૃ. ૮૬.
૭૪. Milton, Paradise Lost,' Book I, ૧૧ ૪૫-૪૮
૭૫. રઘુવંશ ૬-૭૫
૭૬-૭૭. કાન્ત, પૂર્વાલાપ,' પૃ. ૧૧૫,
૭૮. મેઘાણી, * રવીન્દ્રવીણા,' પૃ. ૪૨
૭૯. કાવ્ય પ્રકાશ ૫-૬૮-૬૯ કાવ્યપ્રકાશ-૬૬-૬૧
૮૦. કાવ્ય પ્રકાશ ૮-૬૯-૭૦ વ્યારા-૬૬-૭૦
૮૧. કાવ્ય પ્રકાશ ૮-૭૦-૭૧ કાવ્યપ્રકાશ ૬-૭૦-૭૧.
૮૨. મફીલ્ડ, ‘લૅન્ગ્વેજ' પૃ. ૨૪૫