અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ ન. દ્વિવેદી/પ્રેમમય ઉપાસ્ય બ્રહ્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રેમમય ઉપાસ્ય બ્રહ્મ

મણિલાલ ન. દ્વિવેદી

ઠૂમરી (ખમાચય)


દૃગ રસભર મોરે દિલ છાઈ રહી,
છાઈ રહી, છલકાઈ રહી, — દૃગo ૧

ઝાંખ ઝપટ નિદ્રા નવ કાંઈ,
પલક પલટ અણખાઈ રહી; — દૃગo ૨

પૂર્ણ ભરી મદ મંદવિલાસિની,
નવીન સુધા વરસાવી રહી. — દૃગo ૩

દુઃખી સુખી વળી વિધવિધ રંગી,
ખલકસુરંગ મચાવી રહી. — દૃગo ૪

ભીતર બાહેર ઉપર નીચે,
મણિમય મોદ મચાવી રહી. — દૃગo ૫