આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/K

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંજ્ઞાકોશ
K

Kabuki કાબુકી

જાપાનના પ્રચલિત નાટ્યનો એક પ્રકાર, ૧૭મી સદીમાં અસ્તિત્વમાં આવેલો આ નાટ્યપ્રકાર અન્ય જાપાનીઝ નાટ્યપ્રકાર ‘નૉ’ (No) સાથે કેટલુંક સામ્ય ધરાવે છે. કાબુકીના પ્રયોગમાં પુરુષ-નટો જ સ્ત્રીપાત્રો ભજવે છે, પરંતુ ‘નૉ’ (No)ની માફક કલાકારો મહોરાં પહેરતાં નથી.
કાબુકીના ત્રણ પ્રકારો છે : ઐતિહાસિક (Jidaimono), સામાજિક (sewamono) નૃત્ય-કાબુકી (Shosagoto).

Katharsis વિરેચન

જુઓ : Catharsis

Kenosis રિક્તીકરણ

જુઓ : Influence, the anxiety of

Kimstlerroman સર્જકનવલ

સર્જક કે કલાકારના વિકાસ પર કેન્દ્રિત નવલકથા

Kitchen-Sink Drama કામદાર નાટ્ય

વીસમી સદીના પાંચમા દાયકા દરમ્યાન આર્નલ્ડ વેસ્કર, જોન ઓઝબર્ન તથા ઍલન ઓઈન જેવા નાટ્યકારોએ મજૂર સમાજના રોજિંદા જીવનના પ્રસંગોને આધારે નાટકો લખ્યાં. આ નાટકોને ઉતારી પાડવાના હેતુથી પ્રયોજવામાં આવેલી આ સંજ્ઞા હાલમાં તટસ્થ અર્થમાં નિશ્ચિત સમયગાળાના શોષિત સમાજને લગતાં નાટકો માટે ઉપયોગમાં લેવાય છે.
વેસ્કરના નાટક ‘ધ કિચન’ ઉપરથી પણ આ સંજ્ઞા આપી હોવાનું મનાય છે. સામાજિક નાટ્ય-લેખનના એક મહત્ત્વના પ્રકારનું અહીં સૂચન છે.

Kitsch અસાર સાહિત્ય

જુઓ : Subliterature