કાવ્યમંગલા/અમારાં દર્દો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અમાર્રા દર્દો
(શિખરિણી)

‘તમે યે પત્ની છો.’
‘તમે યે સ્વામી છો.’
દૃગ ઉભયનાં એમ વદતાં,
મળી જ્યારે જ્યારે રજ ટગટગીને ઢળી જતાં,
તહીં બેઠાં સામે ઉભય હૃદયો સ્હેજ ઉછળી,
અમાણ્યા ભાવોએ, નિજ નિજ સ્થિતિમાં જત ઢળી.

જુવાનીનાં તાજાં બલભર રહ્યાં છે બદન ના,
અનિચ્છા-ઇચ્છાએ જ્યમત્યમ જ માણ્યાં જીવનના
ઘસારા ગાલોએ, શિથિલ અધરે સ્પષ્ટ દિસતા
અને હૈયાભાવો કંઈ વણપુર્યા જાગૃત થતા. ૧૦

સુવો, જાગ્યા ભાવો ! પ્રતિ ઉરમનીષા ન ફળતી,
રહેતી છો નિત્યે નજર વિફલા આમ ઢળતી,
‘તમે પત્ની’ને ‘હું પતિ’ પણ બીજાનાં, સ્મરણ આ
ધરી હૈયે, બેસી તહિં અલગ, ગાઓ વચન આ :

અમારાં દર્દોનું જગતમહિં આશ્વાસન જ કે,
અમારા જેવાં કૈં અગણ દરદી નિત્ય ભટકે,

(૧૨ ફેબ્રુઆરી, ૧૯૩૩)