કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૪૫. ધારાવસ્ત્ર
Jump to navigation
Jump to search
૪૫. ધારાવસ્ત્ર
કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ… પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે – વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.
દિલ્હી, ૧૯-૮-૧૯૭૫
(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)