કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૦. પાનખર
Jump to navigation
Jump to search
૧૦. પાનખર
નલિન રાવળ
મનમાં ડૂમો
ગળે ખાંસતું
ઘરડું ઊભું ઝાડ જુએઃ
સૂકા ખડકો
ફિક્કા પવનો
સઘળે લટકે મેલી ક્ષિતિજો
પ્હાણ ભમે
ખગ-બોલ ભૂંસ્યા નભરાનમહીં
બસ
પ્હાણ ભમે,
બળતાં દૃગ લૂછી ઝાડ જુએ.
પડી વિખૂટાં
ડાળ થકી ખરતાં પીળાં સૌ પાન રુએ.
(અવકાશપંખી, પૃ. ૧૮)