કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૩. સોનલદેને લખીએ રે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩. સોનલદેને લખીએ રે

રમેશ પારેખ

લાવો, લાવો, કાગળિયો ને દોત સોનલદેને લખીએ રે
કાંઈ ટેરવાંમાં તલપે કપોત સોનલદેને લખીએ રે

સોનલ, અમે રે પંચાલની ભોમ રઝળતો તડકો રે
કાંઈ ઉનાળુ રણની મોઝાર ઘેંજળનો ઉફડકો રે

આવાં બળબળ અમરત આણ દઈ તમે પાયાં રે
માથે ચૈતરનું અંકાશ ને પવનના છાંયા રે

કાનસૂરિયું લટકતી ભેંકાર કે ઘરને ફળિયે રે
ઝીણે થડકે અમારી કોર્યમોર્ય અમે ટોળે વળીએ રે

વેગી વન વન ઊડતા વંટોળને વાવડ પૂછીએ રે
કેમ ભભકતા લાલ હિંગળોકના થાપા લૂછીએ રે

પાદર લગમાં તો પગલાંની ધૂળ કે રાફડાઉં બાંધે રે
સોનલ, સોનલ, આ કામરુનો દેશ રે નજરુંને આંધે રે

૨૦-૯-’૬૮/શુક્ર
(છ અક્ષરનું નામ, પૃ. ૫૬)