કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨૮.પ્હેલ રે વ્હેલેરાં...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૮.પ્હેલ રે વ્હેલેરાં...

રાવજી પટેલ

પ્હેલ રે વ્હેલેરાં કંકુપગલાં ઉંબર પરથી અમને જડ્યાં !
ઝીણી પારેવીની પાંખ ઝીણી પરવાળાની આંખ થઈને અમને જડ્યાં !
ઘરમાં હરતાં ફરતાં રાતાં આભ હસ્યાં, નાનાં આભ હસ્યાં,
મનમાં પગલાં ઝર્યાં;
પગલાં પોચાં-પોચાં, પગલાં સોનું-રૂપું, પગલાં રાત-દિવસ
પગલાં સૌને ગમ્યાં. પ્હેલ રે વ્હેલેરાં.
એ રે પગલાંમાં ફૂટ્યા ફૂલ-દરિયા ઊગ્યા પાછલા જનમ
કૉળ્યા સુખદુઃખના મોર, ઘર ગ્હેકી ઊઠ્યું –
મનમાં મ્હેકી ઊઠ્યું;
પગલાં ઝાંઝરનો ધૂપ, પગલાં રાતરાણી, પગલાં રણનો છાંયો
પગલાં એવાં જડ્યાં. પ્હેલ રે વ્હેલેરાં.
એ રે પગલાંમાં ઘર જાગી જતું, ઘર ઊંઘી જતું
ઘર ઘઉંનું કણસલું થઈને ડોલરિયું ડોલી જતું
મનમાં ડોલી જતું;
પગલાં લંગર્યાં ના લંગરાયાં, ફરી હાથ ના’વ્યા રે ના’વ્યાં
જડેલાં જરી ના જડ્યાં.
પ્હેલ રે વ્હેલેરાં કંકુપગલાં ઉંબર પર ખીલે જડ્યાં !
(અંગત, પૃ. ૪૭)