કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/કેસૂડો અને સોનેરુ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૫. કેસૂડો અને સોનેરુ*[1]

કેસૂડો
ઓ કેસૂડા!
ઓ નંદના કુંવર! યૌવનમુગ્ધ લાલ,
શો ખીલતો નવ વસંતની દીપ્તિ ધારી,
ઉન્માદ શો જગવતો જનચિત્ત માંહીં!
ઓ મસ્ત! તેં વ્રજ મહીં ગ્રહી રાધિકાને?
શું તેં જ કામણ કરી વ્રજનારીઓને
રાસે રમાડી રસ-સાગરમાં ડુબાડી?
રે મેં ય પી અમૃત એ તુજ રૂપ કેરાં
હૈયાની ભૂખ શમવી હતી કૈંક વેળા.
ઓ લાલ લાલ! ગિરિધારી લલા, ઓ લાલ!
સોનેરુ
સોનેરુ ઓ!
પીળાં પ્રફુલ્લ ફૂલ, પ્રૌઢ વિશાલ કાય,
ને ઘેરી છાંય વપુની કિરીટીસખા શી!
તું પૌરુષે સભર પ્રેરક સારથી શો!
ગાત્રો ગળે જીવન-યુદ્ધ મહીંય જ્યારે
તું એક કૃષ્ણ સમ પ્રેરક વર્તમાન
સંમોહ, સંભ્રમ ભૂલું તુજ પ્રેરણાથી;
સોનેરુ! તેં જય પરાજય કૃષ્ણ જેમ
મારા અનેક નીરખ્યા;
છે તું હિ પીતાંબર, પાર્થસારથિ!


  1. * કાલિદાસે દેવદાર વિષે કહેવડાવ્યું છે : अमुं पुरः पश्यसि देवदारुं पुत्रीकृतोऽसौ वृषभध्वजेन । એ પ્રમાણે કેસૂડાને નંદકુંવર કહ્યો છે. Laburnumનું આસામી નામ ‘સોનેરુ’ કાકાસાહેબ કાલેલકરે આપ્યું છે. આ બંને કાવ્યોમાં આરાધના અભિપ્રેત નથી.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૩૩)