આવ, સખી, આવ, વહી જશું ધીરે ધીરે, મિલનની નાવ, વિરહને તીરે તીરે! હો વેળુથી વેરાન બેઉ તટે વૈશાખની અગનછટા, વા પૂરથી પાગલ જલપટે આષાઢની સઘન ઘટા; ધૂપ હો વા છાંવ, સહી જશું નત શિરે; મિલનની નાવ વહી જશું ધીરે ધીરે! ૧૯૫૦