કૃતિકોશ/કોશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કોશ



આ વિભાગ સ્વયંસ્પષ્ટ છે. ૧૯મી સદીના પૂર્વાર્ધથી શરૂ થયેલી કોશપ્રવૃત્તિ એ સદી પૂરી થતાંમાં કોશરચનાની વિવિધ દિશામાં સતત, સારા પ્રમાણમાં ચાલી છે (એમાં અંગ્રેજી વિદ્યાપરંપરાને અને પદ્ધતિને ઝીલવાનાંં ઉત્સાહ ને સમજ દેખાય છે) આરંભની અનુસરણ-અનુવાદવૃત્તિ પછી સ્વતંત્ર કોશ-રચના તરફ વળી છે – એ આ વિભાગના અંગ્રેજી-ગુજરાતી કોશો, સંસ્કૃત-ગુજરાતી કોશો, સર્વવિદ્યામાળાઓ (સાય્‌ક્લોપીડિયા), કહેવત-રૂઢિપ્રયોગ કોશો – એવી વિવિધતામાં જોવા મળશે.
૧૯મી સદીમાં જ નર્મકથાકોશ (૧૮૭૦), નર્મકોશ (૧૮૭૩), બેલસરેનો વ્યુત્પત્તિલક્ષી અંગ્રેજી-ગુજરાતી કોશ (૧૮૯૫) જેવા આજે પણ મહત્ત્વના ને મહત્ત્વાકાંક્ષી લાગે એવા કોશ થયા છે. કોશ-ગ્રંથો, શક્ય એટલાં વધુ સાધનોથી, એકત્ર કરવાનો પ્રયત્ન કરેલો છે.


૧૮૨૧-૧૮૩૦
૧૮૨૨ ગુજરાતી અંગ્રેજી વોકેબ્યુલરી – મૂસ અરદેશર ફરામજી
૧૮૨૩ અંગરેજી તથા ગુજરાતી વાકાબિઉલારી (બી. આ. ૧૮૩૭) – (અનુ.)
લશ્કરી અરદેશર બેહરાંમજી, ફરદૂનજી મરજબાનજી
૧૮૪૧-૧૮૫૦
૧૮૪૧ ઈંગ્લીશ-ગુજરાતી વોક્યેબ્યુલરી – સોરાબશા ડોસાભાઈ
૧૮૪૧ શબ્દસમૂહ = અંગ્રેજી અને ગુજરાતી – સોરાબશા ડોસાભાઈ
૧૮૪૬ ડિક્શનરી ગુજરાતી એન્ડ ઇંગ્લીશ – મીરઝાં અલીકાઝીમ (+ અન્ય)
૧૮૫૧-૧૮૬૦
૧૮૫૧ શબ્દ-સમૂહ : અંગ્રેજી અને ગુજરાતી – ગ્રીન એચ. ( ‘આદિમુદ્રિત૦’માં, ૧૮૪૧નાં સોરાબશા ડોસાભાઈને નામે નોંધાયેલાં બે પુસ્તકો તેમજ આ, ‘ગુવ સોસાયટી લા. સૂચિ’ના ક્રમાંક અનુક્રમે ૪૪૮, ૧૫ (ઇં. ગુ. વોકે.),૧૬૦ (શબ્દસમૂહ – સોરાબશા) અને ૧૫૯ (ગ્રીન એચ.) બતાવે છે. તો આ એક જ? અનુુવાદરૂપ? કે જુદાં જુદાં? )
૧૮૫૨ શબ્દસંગ્રહ – મોતીરામ માણેકલાલ
૧૮૫૪ ડિક્શનરી ઇંગ્લિશ ઍન્ડ ગુજરાતી – રૉબર્ટસન ઈ. પી.
૧૮૫૬ ગ્લોસરી (જોડણીકોશ) – હોપ થિઓડોર સી.
૧૮૫૭ ગુજરાતી ઓર્થોગ્રાફિકલ ગ્લોસરી – કવિ હીરાચંદ કાનજી ( ‘સાહિત્યકોશ’.)( ‘ગુજરાતી અનેકાર્થ કોશ’નામનો એક કોશ પણ કવિ હીરાચંદ કાનજીના નામે ઉલ્લેખાયો છે. (‘અર્વાચીન કવિતા’)
૧૮૫૭ ઈંગ્લીશ ગુજરાતી ડિક્ષનેરી (ભાગ. ૧) – રાણીના નાનાભાઈ રૂસ્તમજી(+ મુસ અરદેશર)
૧૮૬૧-૧૮૭૦
૧૮૬૨ કથનસપ્તશતી [કહેવતસંગ્રહ] – કવિ દલપતરામ
૧૮૬૨ ઈંગ્લીશ એન્ડ ગુજરાતી ડિક્ષનેરી – મૂસ અરદેશર ફરામજી, કવિ નર્મદ, રાણીના નાનાભાઈ રુસ્તમજી (રાણીના-પ્રયુક્ત ૧૮૫૭ના કોશનો બીજો ભાગ?)
૧૮૬૨ ગુજરાથી ઈન્ગ્રેજી કોશ – કરસનદાસ મૂળજી(‘ગ્રાંટ કેટલોગ’. આ કોશ Pocket Dictionary : Gujarati And English એ રૂપે પણ મળે છે.)
૧૮૬૨ ઈંગ્લીશ એન્ડ ગુજરાતી ડિક્ષનેરી – ઝવેરી ઉમિયાશંકર, ત્રિભુવન દ્વારકાદાસ
૧૮૬૨ ઈંગ્લીશ એન્ડ ગુજરાતી ડિક્ષનેરી – મોતીરામ વિક્રમદાસ
૧૮૬૨-૬૩ ડિક્ષનેરી ગુજરાતી એન્ડ ઈંગ્લીશ – વાચ્છા શાપુરજી એદલજી
૧૮૬૨/૬૩? કથનાવળી – શેઠ મગનલાલ વખતચંદ
૧૮૬૩ ગુજરાતી કહેવતો – મુનશી ડોસાભાઈ સોરાબજી
૧૮૬૪ નામાર્થબોધ – કવિ હીરાચંદ કાનજી (આ કોશ પદ્યમાં લખાયેલો છે.)
૧૮૬૫ ગુજરાતી કોશાવળી – કવિ હીરાચંદ કાનજી
૧૮૬૫ કહેવતમુલ [કહેવતોનું મૂળ અને કથાઓ] – રબાડી પેશતનજી કાવસજી
૧૮૬૭ કલેકશન ઑફ ઈંગ્લિશ ફ્રેઝીઝ વિથ ધૅર ઇડિયોમેટિક ગુજરાતી ઇક્વિવેલન્ટ્‌સ – ગ્રીન એચ.
૧૮૬૮ શબ્દનાં મૂળ – ખીમજી પ્રેમજી
૧૮૬૮ ગુજરાતી કહેવતોની યાદી/ચોપડી – માસ્તર મંછારામ ઘેલાભાઈ (+ કીકાભાઈ પ્રભુરામ)
૧૮૬૮-૭૦ શબ્દાર્થકોશ : ૧, ૨ – દોલતરામ મણિરામ, રેવાશંકર અંબારામ
૧૮૬૯ શબ્દસમૂહ અને સંગ્રહ – મુનશી નરહરરામ
૧૮૬૯ કવિચરિત્ર – ડાહ્યાભાઈ ઘેલાભાઈ
૧૮૭૦ નર્મકથાકોશ – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૭૧-૧૮૮૦
૧૮૭૧ સંસ્કૃત અને ગુજરાતી ડિક્શનરી – તાત્યા રણજીત
૧૮૭૨ વૉકેબ્યુલરી ઑફ સિલેક્ટેડ ટર્મ્સ યુઝ્‌ડ ઈન આટ્‌ર્સ, કૉમર્સ, લૉ – બામજી ડોસાભાઈ
૧૮૭૩ નર્મકોશ (બૃહદ) – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૭૩ શબ્દાર્થ ધાતુસંગ્રહ – ભટ્ટ રામકૃષ્ણ દેવશંકર
૧૮૭૩ થી ૧૯૦૧ અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ [૧૩ ખંડોમાં] – રાણીના નાનાભાઈરૂસ્તમજી (‘સાહિત્યકોશ’. સંભવત : ૧૮૫૭, ૧૮૬૨માં પ્રગટ થયેલા બે ખંડો પછીના ખંડો. કેટલાકમાં અરદેશર મૂસની પણ હિસ્સેદારી. છેલ્લો ખંડ ૧૯૦૧ મરણોત્તર)
૧૮૭૪ ગુજરાતી અને અંગ્રેજી ડિક્શનરી [વાક્યો સાથે] – શાહ ઉકરડાભાઈ
૧૮૭૪ ગુજરાતીનો ગુજરાતી અને ઈંગ્રેજી કોશ – શિવશંકર કરસનજી
૧૮૭૪ આસપાસ  કાઠિયાવાડી શબ્દોનો સંગ્રહ – કિકાણી મણિશંકર
૧૮૭૬ ઉખાણાસંગ્રહ – પટેલ જેસંગ ત્રિ (+ શ્રીધર કહાનજી)
૧૮૭૭ ડિક્સનરી ઑવ ઇંગ્લીશ ઍન્ડ ગુજરાતી – દેસાઈ અંબાલાલ (+ અન્ય)
૧૮૭૭-૮૬ પહેલવી-ગુજરાતી અને ઈંગ્રેજી શબ્દકોશ : ૧-૪ – જામાસ્પઆશાના(દસ્તુર) મીનોચેહર
૧૮૭૯ ગુજરાતી શબ્દમૂળદર્શક કોશ – ભટ્ટ છોટાલાલ સેવકરામ
૧૮૮૦ અપભ્રષ્ટ શબ્દપ્રકાશ – પંડિત પ્રભાકર
૧૮૮૦ ઈંગ્લીશ ઇડિયમ્સ ટ્રાન્સલેટેડ ઈન ગુજરાતી – મિસ્ત્રી આઈ. એચ.
૧૮૮૧-૧૮૯૦
૧૮૮૫ ગુજરાતી કહેવતો – નાનજીઆણી કરીમઅલી રહીમ
૧૮૮૫ ડિક્શનરી : ગુજરાતી ઍન્ડ ઈંગ્લીશ – સાંકળચંદ વાડીલાલ
૧૮૮૫ ડિક્શનરી ઈંગ્લીશ ગુજરાતી ઍન્ડ ગુજરાતી ઇંગ્લીશ – કાલિદાસવ્રજભૂશણદાસ, બાલકિશન વ્રજભૂષણદાસ
૧૮૮૫ આસપાસ  અન્ત્યપ્રાસકોશ – આચાર્ય વલ્લભજી
૧૮૮૬ પોકેટ ડિક્શનરી : ગુજરાતી ઍન્ડ ઈંગ્લિશ – ઝવેરી એમ. (+ દલાલ એમ. એચ.)
૧૮૮૬ કચ્છી શબ્દાવળી : ભા. ૧ – પંડ્યા પ્રભુદાસ
૧૮૮૬ ગુજરાતી શબ્દાર્થકોશ – શાહ મોતીલાલ મનસુખલાલ
૧૮૮૮ કહેવતમાળા – ધોળકિયા નાથુશંકર ઉદયશંકર
૧૮૮૮ ઈંગ્લીશ પ્રોવર્બ્સ – અલીમહમ્મદ એ.
૧૮૮૮ ઇંગ્લીશ-ગુજરાતી ડિક્શનરી – યંગ રોબર્ટ
૧૮૮૯ ગુર્જર અગ્રેસર મંડળની ચિત્રાવલી [સચિત્ર પરિચય] – કેશવલાલ હરિવિઠ્ઠલદાસ
૧૮૮૯ ઔષધિકોશ – શુક્લ ચમનરાય શિવશંકર
૧૮૯૦ ગુજરાતી-દક્ષિણી ભાષાન્તર (ત્રી.આ.) – ચૌધરી હરિ
૧૮૯૦ ધી સ્ટાન્ડર્ડ ઈંગ્લીશ-ગુજરાતી ડિક્ષનેરી – વ્યાસ વિઠ્ઠલરાય
૧૮૯૦ આસપાસ  ગુજરાતી અંગ્રેજી કોશ (સંવર્ધિત) – ઝવેરી મોહનલાલ (મૂળ : કરસનદાસ મૂળજી)
૧૮૯૦ આસપાસ  કહેવત સમુદય – દોરડી બહેરામજી
૧૮૯૦ આસપાસ  ઉક્તિસંગ્રહ – શાસ્ત્રી વ્રજલાલ
૧૮૯૧-૧૯૦૦
૧૮૯૧ શબ્દાર્થભેદ અથવા પર્યાય તરીકે વપરાતા શબ્દો વચ્ચેનો તફાવત – પારેખ લલ્લુભાઈ
૧૮૯૧ સર્વવિદ્યામાળા અથવા ગુજરાતી સાય્‌ક્લોપીડિયા – સોલાન અરદેશરફરામજી (+ વાચ્છા માણેકજી)
૧૮૯૧ અ પ્રોનાઉંસીંગ પોકેટ ઇંગ્લીશ એન્ડ ગુજરાતી ડિક્શનરી – મોતીરામ ત્રિકમદાસ
૧૮૯૧ શબ્દાર્થભેદ અથવા પર્યાય-તફાવત – પારેખ લલ્લુભાઈ પ્રાણવલ્લભ
૧૮૯૨ ઈંગ્લીશ ગુજરાતી ડિક્શનરી – પટેલ એન. એચ. (+ અન્ય)
૧૮૯૨ પોકેટ ડીક્શનર– ગુજરાતી ઍન્ડ ઇંગ્લિંશ – પાંડે જેશિંગ (+ શાહમહાસુખ)
૧૮૯૩ જૈનકથારત્ન કોશ : ભાગ ૮ – પંડિત શ્રીરામ વિજયજી
૧૮૯૩ ગુજરાતી કહેવતો – મહેતા દામુભાઈ ડાહ્યાભાઈ
૧૮૯૪ સંસારકોશ ઓર એ વોકબ્યુલરી ઑફ આર્ટિકલ્સ ઑફ કૉમર્સ ઍન્ડ જનરલ યુટિલિટી ઈન ઇંગ્લિશ ઍન્ડ ગુજરાતી લૅગ્વેજીસ – બામનજી ડોસાભાઈ હોરમસજી
૧૮૯૫ સ્ટુડન્ટ્‌સ ગુજરાતી - અંગ્રેજી ડિક્શનરી – કારભારી ભગુભાઈ
૧૮૯૫ ગુજરાતી શબ્દાર્થસંગ્રહ : ૧ – દલાલ વિઠ્ઠલ
૧૮૯૫ સંસ્કૃત-ગુજરાતી ડિક્શનરી – મર્ચન્ટ એચ. જી.
૧૮૯૫ સંસ્કૃત-ગુજરાતી માર્ગોપદેશિકા – બેલસરે મલ્હાર ભીખાજી
૧૮૯૫ એટિમોલોજીકલ ગુજરાતી ઇંગ્લીશ ડિક્શનરી [પુન : ૧૯૦૪] – બેલસરે મલ્હાર ભીખાજી
૧૮૯૫ આસપાસ  સ્ટાર અંગ્રેજી-ગુજરાતી ડિક્શનરી – કારભારી ભગુભાઈ
૧૮૯૬ ધી સ્ટુડન્ટ્‌સ સ્ટાન્ડર્ડઈંગ્લીશ-ગુજરાતી ડિક્ષનેરી – વ્યાસ વિઠ્ઠલરાય
૧૮૯૮ રૂઢિપ્રયોગકોશ – ગાંધી ભોગીલાલ ભીખાભાઈ
૧૮૯૯ ગુજરાતી પ્રોવર્બ્સ વિથ ધેર ઇંગ્લિશ ઇક્વવેલન્ટ – કારભારી ભગુભાઈ
૧૮૯૯ સ્ટુડન્ટ્‌સ સ્ટાન્ડર્ડ ઇંગ્લીશ ગુજરાતી ડિક્શનરી – પટેલ શંકરભાઈ ગલાભાઈ (+ અન્ય)
૧૮૯૯ ન્યૂ પોકેટ ગુજરાતી-ઇંગ્લીશ ડિક્શનરી – બંગાળી એલ.એમ (+ મરચંટ એચ.જી)
૧૮૯૯ પોકેટ ગુજરાતી-ઇંગ્લિશ ડિક્શનરી – મિસ્ત્રી રુસ્તમજી
૧૮૯૯ જ્ઞાનચક્ર યાને ગુજરાતી સાઈક્લોપીડિયા : ૧ થી ૯ – શેઠના રતનજી ફરામજી
૧૮૯૯ શુદ્ધ શબ્દ પ્રદર્શન (વ્યુત્પત્તિ) – ભક્ત જયકૃષ્ણદાસ ગંગાદાસ
૧૯૦૦ શબ્દચિંતામણી (નવસંસ્કરણ ૨૦૧૦ "સંસ્કૃત ગુજરાતી કોશ"નામે) –વોરા સવાઈલાલ છોટાલાલ
૧૯૦૧-૧૯૧૦
૧૯૦૧ ગુજરાતી ઇંગ્લીશ ડિક્શનરી – પટેલ મણિલાલ દોલતરામ
૧૯૦૧ અંગ્રેજી-ગુજરાતી કોશ [છેલ્લો, ૧૩મો ખંડ, મ.] – રાણીના નાનાભાઈ રૂસ્તમજી [૧ : ૧૮૭૩]
૧૯૦૩ પોકેટ ગુજરાતી અંગ્રેજી ડિક્શનરી – પટેલ લલ્લુભાઈ ગો.
૧૯૦૩ કહેવતમાળા : ૧, ૨ (બીજી આ. ૨૦૦૯) – ખીરમ/પીતીત જમશેદજી નસરવાનજી (‘સાહિત્યકોશ’ પીતીત જમશેદજી નસરવાનજીને નામે ‘૧૯૦૩, કહેવતમાળા’ નોંધે છે. અન્યત્ર આ લેખકને નામે ‘ગુજરાતી પ્રોવર્બ્સ વિથ ધેર ઇંગ્લીશ ઇક્વવેલન્ટ’ (૧૯૦૩) પણ મળે છે. પીતીત-ખીરમ એક જ?)
૧૯૦૪ સંજ્ઞાદર્શક કોશ/સાંખ્યાત શબ્દાવલી – શેઠના રતનજી ફરામજી
૧૯૦૬ મહાભારત અંગ્રેજી ગુજરાતી ડિક્શનરી – દેસાઈ બી. સી.
૧૯૦૯ ગુજરાતી, ગુજરાતી કોશ – પટેલ લલ્લુભાઈ ગોકળદાસ
૧૯૦૧૧૯૧૧-૧૯૨૦
૧૯૧૧ અમરકોષ – ખંડોલ (મિયાગામવાળા) ધર્મચંદ
૧૯૧૧ ધી કોન્ડેન્સ્ડ ઈંગ્લીશ-ગુજરાતી ડિક્ષનેરી – વ્યાસ વિઠ્ઠલરાય
૧૯૧૧ ગુજરાતી કહેવતસંગ્રહ – શાહ આશારામ દલીચંદ
૧૯૧૧ આસપાસ  ધી પોકેટ ઇંગ્લીશ-ગુજરાતી ડિક્ષનેરી – વ્યાસ વિઠ્ઠલરાય
૧૯૧૨ કન્સાઈઝ ઇંગ્લીશ ગુજરાતી ડિક્શનરી – પટેલ શંકરભાઈ ગલાભાઈ
૧૯૧૨ સચિત્ર સાક્ષરમાળા [આલ્બમ] – જોશીપુરા જયસુખરાય પુ.
૧૯૧૨ ઉર્દૂ મિશ્ર ગુજરાતી કોશ (સ્વર વિભાગ) – હયસની નિજામુદ્દીન નૂરુદ્દીન
૧૯૧૨ ગુજરાતી ભાષાનો કોશ (સ્વર વિભાગ) – ગુજરાત વર્ના. સોસાયટી (ગુજ. વર્ના. સોસાયટીવાળો કોશ તે ઉપરનો, હયસનીવાળો કોશ જ હોઈ શકે?)
૧૯૧૨-૨૩ ગુજરાતી કોશ – ભટ્ટ મણિલાલ છબારામ
૧૯૧૩ સિલ્વર સ્ટાર પોકેટ ડિક્શનેરી – શાહ એમ. એમ.
૧૯૧૩ હેન્ડી ગુજરાતી-ઇંગ્લીશ ડિક્શનરી – શાહ પોપટલાલ મગનલાલ
૧૯૧૬ જેમ ગુજરાતી ઈંગ્લિશ ડિક્શનરી – નાણાવટી કેશવલાલ
૧૯૧૭ સમ્મોચ્ચાર શબ્દસંગ્રહ – મિસ્ત્રી રુસ્તમજી
૧૯૨૦ શ્રી સયાજી વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ – મહેતા ભાનુસુખરામ
૧૯૦૧૧૯૨૧-૧૯૩૦
૧૯૨૧-૧૯૩૧ આધારકોશ – શેઠ કંચનલાલ
૧૯૨૪ અભિધાનદીપિકા – મુનિ જિનવિજયજી
૧૯૨૪ ગુજરાતી હિન્દી શબ્દકોશ – શર્મા ગણેશદત્ત
૧૯૨૫ ધ મૉડર્ન ગુજરાતી-ઇંગ્લિશ ડિક્શનરી : ૧, ૨ – મહેતા ભાનુસુખરામ(+ મહેતા ભરતરામ)
૧૯૨૫, ૨૬ ગુજરાતી શબ્દાર્થ ચિંતામણી : ભા. ૧, ૨ – મહેતા જીવનલાલ અમરશી
૧૯૨૬ ગુજરાતી ફારસી, અરબી શબ્દોનો કોશ – ફારુકી અમીરમિયાં
૧૯૨૬, ૨૭, ૩૦, ૩૨ ગુજરાતી અર્ધમાગધી શબ્દકોશ : ભા. ૧, ૨, ૩, ૪ –મુનિ રત્નચંદ્રજી
૧૯૨૯ ગુજરાતી જ્ઞાનકોષ - ભા. ૧,૨ – કેતકર શ્રીધર
૧૯૨૯ સાર્થ જોડણીકોશ – દેસાઈ મગનભાઈ, ગૂજરાત વિદ્યાપીઠ
૧૯૨૯-૩૦ સંસ્કૃત-ગુજરાતી શબ્દાદર્શ મહાન શબ્દકોશ – મહેતા ગિરિજાશંકર મયાશંકર
૧૯૩૦ કચ્છી કહેવતો – કારાણી દુલેરાય
૧૯૩૦ પારિભાષિક શબ્દકોશ (સંવર્ધન, ૧૯૮૬) – ભટ્ટ વિશ્વનાથ મ.
૧૯૦૧૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ કમ્પેરેટિવ ઍન્ડ એટિમોલૉજીકલ ડિક્શનરી ઑવ નેપાલ – ટર્નર રેલ્ફ
૧૯૩૧ પૌરાણિક કથાકોશ – દેરાસરી ડાહ્યાભાઈ
૧૯૩૧ આસપાસ  કમ્પેરેટિવ એટિમોલૉજીકલ ડિક્શનરી ઑવ ઈન્ડો આર્યન – ટર્નર રેલ્ફ
૧૯૩૨ સંસ્કૃત-ગુજરાતી લઘુકોશ – તળવલકર ગણેશ
૧૯૩૨ ગુજરાતી-અર્ધમાગધી શબ્દકોશ : ભા. ૪ – મુનિ રત્નચંદ્રજી
૧૯૩૩ વરતો અને ઉખાણાં – શાહ કેશવલાલ લ.
૧૯૩૪ પ્રેસિડેન્સી ઇંગ્લિશ ટૂ ગુજરાતી ડિક્શનરી – નાણાવટી કેશવલાલ
૧૯૩૫ હિન્દી-ગુજરાતી ઔર ગુજરાતી-હિન્દી કોશ યાની લુઘાત – મુનશી છોટેસાહેબ (+ મુનશી ન્યાયતુલ્લા)
૧૯૩૫ પાયોનિયર ઈંગ્લીશ-ગુજરાતી અને ગુજરાતી ઇંગ્લીશ ડિક્શનરી – વૈદ્ય સોમચંદ કેશવલાલ
૧૯૩૭ શબ્દાર્થમાળા – ત્રિવેદી હરિશંકર
૧૯૩૭* શબ્દરત્નમહોદધિ : ૧ (સંસ્કૃત-ગુજરાતી; પુન : ૧૯૮૫) – શાહ અંબાલાલ
૧૯૩૮ રાષ્ટ્રભાષાનો ગુજરાતી કોશ – દેસાઈ મગનભાઈ
૧૯૩૮ ગુજરાતી ભાષાનું ઐતિહાસિક ભંડોળ – મહમ્મદ ઉમર
૧૯૩૮ બ્રહ્મવિદ્યાનો પારિભાષિક કોશ – મહેત ભૂપતરાય
૧૯૦૧૧૯૪૧-૧૯૫૦
૧૯૪૧ ખિસ્સા કોશ – દેસાઈ મગનભાઈ
૧૯૪૨ ગજવે ઘૂમતો ગુજરાતી કોશ – ત્રિપાઠી મૂળવંતરાય
૧૯૪૨ ગુજરાતનાં શહેરો અને ગામોનાં નામ – સાંડેસરા ભોગીલાલ
૧૯૪૩ રસાયણવિજ્ઞાન પારિભાષિક કોશ – નાયક યશવંત
૧૯૪૪ ગુજરાતી ભાષાનો કોશ [પ વર્ણ] – ધ્રુવ કેશવલાલ હ. (ગુ. વ. સોસા.)
૧૯૪૪, ૪૬ ભગવદ્‌ગોમંડલ : ભા. ૧ થી ૯ – જાડેજા ભગવતસિંહજી, પટેલ ચંદુભાઈ બ.
૧૯૪૭ દેશીશબ્દસંગ્રહ [અનુ.+સંપા.] – દોશી (પંડિત) બેચરદાસ (દેશીનામમાલા, હેમચંદ્રાચાર્ય)
૧૯૪૭ ગુજરાતી શબ્દકોશ – ત્રિપાઠી મૂલવંતરાય
૧૯૪૯ પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ – દેસાઈ રમણિક
૧૯૪૯ ગુજરાતી કહેવતસંગ્રહ – ઠાકર શાંતિલાલ
૧૯૫૦ ગુજરાતી-અંગ્રેજી સંક્ષિપ્ત શબ્દકોશ – ઓઝા શાંતિલાલ
૧૯૫૦ રાષ્ટ્રભાષા ગુજરાતી શબ્દકોશ – પટેલ કુબેરભાઈ (+ અન્ય)
૧૯૫૦ ગુજરાતી ભાષાનો લઘુ શબ્દકોશ – શાસ્ત્રી કેશવરામ
૧૯૫૦ રાષ્ટ્રભાષા કોશ - ગુજરાતી શબ્દાર્થ સાથે – શાહ રસિકલાલ ચુનીલાલ
૧૯૫૦ આપણું કોશ સાહિત્ય – મહેતા ભરતરામ ભા.
૧૯૦૧૧૯૫૧-૧૯૬૦
૧૯૫૧ ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોશ – શાસ્ત્રી કેશવરામ
૧૯૫૨ વેદાંત સંજ્ઞાર્થ સંગ્રહ – ઘારેખાન રમેશ
૧૯૫૨ અપના હિંદી-ગુજરાતી શબ્દસંગ્રહ – ભટ્ટ સંતોકલાલ
૧૯૫૨ કવિચરિત : ૧, ૨ – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૫૩ સ્કૉલર પૉકેટ ઇંગ્લિશ-ગુજરાતી ડિક્શનરી (ત્રી. આ.) – જોશી માણેકલાલ
૧૯૫૪ વિનીત જોડણીકોશ – દેસાઈ મગનભાઈ
૧૯૫૪ નાનો કોશ – ભટ્ટ ઉપેન્દ્ર (+ રતિલાલ નાયક)
૧૯૫૪ ઇગ્લીંશ-ગુજરાતી ડિક્શનેરી (ત્રી.આ.) – વૈષ્ણવ દિનકરરાય
૧૯૫૪ ગુજરાતી-સ્વાહીલી શબ્દકોશ – સચેદીના એ. જે. ‘આઝાદ’
૧૯૫૪ ભગવદ્‌ગોમંડલ શબ્દરત્નાંજલિ – પટેલ ચંદુભાઈ બ.
૧૯૫૫ જૂની પારસી ગુજરાતીનો સંક્ષિપ્ત શબ્દકોશ – ઊનવાલા જમશેદ
૧૯૫૬ ગુજરાતી ભાષાનો પાયાનો કોશ – શાસ્ત્રી કેશવરામ
૧૯૫૬ વિદ્યાર્થી શબ્દકોશ (ત્રી. આ.) – શાહ મોહનલાલ પ્રાણજીવનદાસ
૧૯૫૬ હિંદી-ગુજરાતી કોશ – દેસાઈ મગનભાઈ
૧૯૫૭ તબીબી વિજ્ઞાનની પરિભાષા – શાહ કાન્તિલાલ અમૃતલાલ
૧૯૫૮ રાષ્ટ્રભાષા કોશ – પુરાણિક રાજેન્દ્ર
૧૯૫૮ સાચી જોડણી અઘરી નથી – દોશી યશવંત
૧૯૫૯ સ્ટુડન્ટ્‌સ મોડર્ન ડિક્શનરી (બી.આ.) – દેસાઈ ધનવંત (કાંતિલાલ એન. મહેતા સાથે)
૧૯૫૯ ગુજરાતના સાહિત્યસર્જકો – વોરા કલાવતી
૧૯૫૯ વિનીત જોડણીકોશ – દેસાઈ મગનભાઈ
૧૯૬૦ પાઈ અ લચ્છી નામમાલા (ધનપાલકૃત) –(અનુ.) દોશી (પંડિત) બેચરદાસ
૧૯૬૦ આપણાં સ્ત્રીકવિઓ – વોરા કુલીન
૧૯૬૦ નર્મદ સંસ્કૃત-ગુજરાતી શબ્દકોશ – રાવલ નર્મદાશંકર જ.
૧૯૬૦ જૈનગુર્જર સાહિત્યરત્નો : ૧, ૨ – શેઠ નગીનભાઈ મંછુરામ
૧૯૬૦ આસપાસ  સાર્થ કચ્છી-ગુજરાતી શબ્દકોશ – તુરિયા અબ્દુલ સુલેમાન
૧૯૦૧૧૯૬૧-૧૯૭૦
૧૯૬૧ નન્હા કોશ[હિંદી-ગુજરાતી] – પટેલ અંબાલાલ શિ. (+ રતિલાલ સાં. નાયક)
૧૯૬૧ સરળ જોડણીકોશ – મહેતા ભરતરામ
૧૯૬૧ સંક્ષિપ્ત ભગવદ્‌ગોમંડળ કોશ – ભગવદ્‌ગોમંડળ કચેરી
૧૯૬૧ ભારતીય વ્યવહારકોશ [૧૬ ભારતીય ભાષાઓ] – નરવણે વિશ્વનાથ
૧૯૬૨ સંસ્કૃત ગુજરાતી વિનીત કોશ – પટેલ ગોપાલદાસ
૧૯૬૨ ધ પોકેટ ગુજરાતી-ઇંગ્લીશ ડીક્ષનરી – કરસનદાસ મૂળજી
૧૯૬૨ સંસ્કૃત ધાતુકોશ – સલોત અમૃતલાલ
૧૯૬૩ ગાંધી જ્ઞાનકોશ – પટેલ ચંદુલાલ બ.
૧૯૬૩ શબ્દકથા – ભાયાણી હરિવલ્લભ
૧૯૬૪ વેદાંત શબ્દકોશ – આત્માનંદગિરિ
૧૯૬૪ સાહિત્ય અને ભાષાશાસ્ત્રની પરિભાષા – ગુજરાત યુનિવર્સિટી
૧૯૬૪ ગુજરાતના સાહિત્યસર્જકો [સચિત્ર] – બ્રોકર ગુલાબદાસ (+ અન્ય)
૧૯૬૫ કચ્છી શબ્દાવલિ – આચાર્ય શાંતિભાઈ
૧૯૬૫ ભીલી ગુજરાતી શબ્દાવલિ – આચાર્ય શાંતિભાઈ
૧૯૬૫ માધ્યમિક જોડણીકોશ – શાહ હસમુખ શંકરચંદ
૧૯૬૫ દેશ્ય શબ્દકોશ [+ ગુજરાતી અર્થો] – ગૂજરાત વિદ્યાપીઠ
૧૯૬૬ અરબી-ગુજરાતી શબ્દકોશ : ૧ – શમ્સી ટી. એચ.
૧૯૬૭ શાળોપયોગી ગુજરાતી શબ્દકોશ – આક્રુવાલા સી.
૧૯૬૭ સાહિત્યની પરિભાષા – ભટ્ટ ઉપેન્દ્ર
૧૯૬૭ સાહિત્યપ્રિયનો સાથી : ૧ – વૈદ્ય વિજયરાય
૧૯૬૭ સાર્થ ગુજરાતી જોડણીકોશ [સંશોધિત, સંવર્ધિત] – ગૂજરાત વિદ્યાપીઠ
૧૯૬૮ ગુજરાતી લઘુ શબ્દકોશ – આક્રુવાલા સી.
૧૯૬૮ પારિભાષિક શબ્દકોશ (મૂળ : ભટ્ટ વિશ્વનાથ, ૧૯૩૦) – સંવર્ધન : ચૌધરી રઘુવીર
૧૯૬૯ ચૌધરીઓ અને ચૌધરી શબ્દાવલિ – આચાર્ય શાંતિભાઈ
૧૯૬૯ ગાલાઝ ઍડવાન્સ્ડ ડિક્શનરી – મજમુદાર પી. સી.
૧૯૭૦ અંગ્રેજી ગુજરાતી કોશ – દેશપાંડે પાંડુરંગ
૧૯૭૦ આસપાસ  જ્ઞાનકોશ – પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ
૧૯૭૦, ૭૨ ડિક્શનરી ઑફ પ્રાક્રિત પ્રોપર નેઈમ્સ : ૧, ૨ – માલવણિયા દલસુખભાઈ
૧૯૭૦ આપણી કહેવતો : એક અધ્યયન – ત્રિવેદી અનસૂયા [વળી જુઓ - સાહિત્ય-સંશોધન]
૧૯૦૧૧૯૭૧-૧૯૮૦
૧૯૭૨ બિંદુમાં સિંધુ (કહેવતો) – ગાંધી રંભાબેન
૧૯૭૨, ૧૯૭૪, ૧૯૭૮ ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિકોશ : ભા. ૧, ૨, ૩ –નાયક છોટુભાઈ
૧૯૭૩ નવયુગ શાળાંત કોશ – શાહ શાન્તિલાલ અં.
૧૯૭૪ ગુજરાતી અંગ્રેજી કોશ – દેશપાંડે પાંડુરંગ
૧૯૭૪ દેશી શબ્દસંગ્રહ (૧૯૪૭નું સંવર્ધિત રૂપ) – દોશી બેચરદાસ
૧૯૭૫ પૉકેટ ગુજરાતી ઈંગ્લિશ ડિક્શનરી – ઠાકોર ચંદુલાલ
૧૯૭૫ કચ્છી ધાતુકોશ – ત્રિવેદી પ્રતાપરાય
૧૯૭૫ એ ડિક્ષનરી ઑવ સંસ્કૃત ગ્રામર – શુક્લ જયદેવ મોહનલાલ
૧૯૭૫ અમરકોશ (અનુ.) – શાસ્ત્રી કે. કા.
૧૯૭૫ વ્યુત્પત્તિવિચાર – ભાયાણી હરિવલ્લભ
૧૯૭૬ ગુજરાતી શબ્દસંગ્રહ – પટેલ ત્રિભુવન
૧૯૭૬ આયુવિજ્ઞાનનો જ્ઞાનકોશ – શાહ કાન્તિલાલ અમૃતલાલ
૧૯૭૬ જ્ઞાનસંહિતા – શુક્લ બંસીધર
૧૯૭૬ ગુજરાતી તખલ્લુસો – હેમાણી ત્રિભુવન
૧૯૭૬, ૮૧ બૃહદ્‌ ગુજરાતી કોશ : ખંડ. ૧, ૨ – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૭૬-૮૨ પ્રસન્નિકા જ્ઞાનકોશ (વિશ્વકોશ) : ભા. ૧ થી ૧૦ – શુકલ બંસીધર
૧૯૭૭ અંગ્રેજી ગુજરાતી વિનીત કોશ – દેશપાંડે પાંડુરંગ
૧૯૭૭ ઑક્સફર્ડ ચિત્રકોશ – દેશપાંડે પાંડુરંગ (+ અન્ય)
૧૯૭૭ ગુજરાતના સારસ્વતો – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૭૮ લોકસાહિત્ય શબ્દકોશ – ત્રિવેદી જેઠાલાલ, ત્રિવેદી મંગલાગૌરી
૧૯૭૯ અંગ્રેજી-ગુજરાતી વિનયન શબ્દકોશ (માનવવિદ્યાઓ + સમાજવિદ્યાઓ પારિભાષિક કોશ) – ભટ્ટ નરહરિ કે.
૧૯૮૦ શિક્ષણ દર્શન પરિભાષા – દવે જયેન્દ્ર
૧૯૮૦ જૂની મૂડી – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૦૧૧૯૮૧-૧૯૯૦
૧૯૮૧ અંગ્રેજી–ગુજરાતી કાનૂની શબ્દકોશ – કારિયા અશ્વિનકુમાર
૧૯૮૧ બૃહદ્‌ કચ્છી શબ્દકોશ : પ્રથમ ખંડ – ત્રિવેદી પ્રતાપરાય
૧૯૮૧ વનૌષધિ કોશ – શાસ્ત્રી કેશવરામ
૧૯૮૧ બૃહદ્‌ ગુજરાતી કોશ : ખંડ. ૨ – શાસ્ત્રી કેશવરામ કા. [૧ : ૧૯૭૬]
૧૯૮૨ કચ્છી–ગુજરાતી શબ્દકોશ – કારાણી દુલેરાય
૧૯૮૩ સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ – શેઠ ચંદ્રકાન્ત
૧૯૮૪ સંતસાહિત્યકોશ – ત્રિવેદી જેઠાલાલ
૧૯૮૪ શબ્દો બનાવવાની રીત અને સરળ શબ્દકોશ – મુનિશ્રી હિતવિજયજી
૧૯૮૬ શ્રીમદ્‌ ભાગવતકથાકોશ – પુરાણી વિનોદચંદ્ર
૧૯૮૬ સંસ્કૃત ગુજરાતી શબ્દકોશ – ગુ. શાળા પાઠ્યપુસ્તક મંડળ
૧૯૮૬ સંસ્કૃત ગુજરાતી કૉલેજ શબ્દકોશ – વેદવિજ્ઞાન અકાદમી
૧૯૮૬ રાહબર [ઉર્દુ ગુજરાતી] – મુન્શી મુકુન્દલાલ
૧૯૮૬ આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ – ટોપીવાળા ચંદ્રકાન્ત, નાયક પરેશ, ત્રિવેદી હર્ષવદન
૧૯૮૬, ૧૯૮૮ નાગર સર્વસંગ્રહ : દર્શન પહેલું, બીજું અને ત્રીજું – પાઠક મુકુંદરાય
૧૯૮૭ પિક્ચર ડિક્શનરી – પટેલ અંબાલાલ જીવરામ
૧૯૮૭ જ્ઞાન સંહિતા – શુકલ બંસીધર
૧૯૮૭-૨૦૦૯ ગુજરાતી વિશ્વકોશ ખંડ ૧ થી ૨૫ – ઠાકર ધીરુભાઈ
૧૯૮૮ વિશિષ્ટ સાહિત્ય સંજ્ઞા કોશ – ટોપીવાળા ચંદ્રકાન્ત
૧૯૮૮ ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ – મોદી મનહર, રાવલ વિનાયક
૧૯૮૮ ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ [હયાત લેખકો] – નાયક રતિલાલ
૧૯૮૮ બાઈબલનો વિવેચનપૂર્ણ માહિતીકોશ : ૧, ૨ – ચૌહાન જયાનંદ ઈસુદાસ
૧૯૮૮ નર્મકોશ – કવિ નર્મદાશંકર [૧૮૭૩ના કોશનું પુનઃસંકલન] - શુુક્લ રમેશ
૧૯૮૯ ગુજરાતી ભાષાનો લઘુ વ્યુત્પત્તિકોશ – ભાયાણી હરિવલ્લભ
૧૯૮૯ ગુજરાતી સાહિત્યકોશ, ખંડ ૧ મધ્યકાળ – કોઠારી જયંત, ગાડીત જયંત
૧૯૯૦ ગુજરાતી ટૂંકીવાર્તા કોશ – ટોપીવાળા ચન્દ્રકાન્ત, દવે રમેશ ર.
૧૯૯૦ બાઈબલ કોશ – ચૌહાણ જયાનંદ
૧૯૯૦ ગુજરાતી સાહિત્યકોશ, ખંડ ૨ અર્વાચીન કાળ – ટોપીવાળા ચંદ્રકાન્ત(+સોની રમણ, દવે રમેશ)
૧૯૦૧૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ વસ્તુસંખ્યાકોશ – નાયક રતિભાઈ હ., ભગત ભારતી
૧૯૯૧, ૨૦૦૦ મધ્યકાલીન ગુજરાતી કથાકોશ : ૧, ૨ – ભાયાણી હરિવલ્લભ
૧૯૯૩ સચિત્ર જ્ઞાનકોષ – દેસાઈ મનોજ્ઞા
૧૯૯૩ પાયાનો પર્યાયકોષ – ભાવસાર મફતલાલ
૧૯૯૩ કહેવત મંજૂષા – યાજ્ઞિક હિમા
૧૯૯૪ ત્રિભાષા કોશ – નાયક રતિલાલ, આચાર્ય બચુભાઈ
૧૯૯૪ વિશ્વજ્ઞાનકોષ – વ્યાસ રજની
૧૯૯૪ પ્રસન્નિકા વિક્રમ કોશ – શુકલ બંસીધર
૧૯૯૪ ગુજરાતી ભાષાનો શબ્દાર્થકોશ – દવે ઈશ્વરલાલ
૧૯૯૪ જાણીએ જોડણી – પટેલ રામજીભાઈ
૧૯૯૪ ગુજરાતી ભાષાનો લઘુ વ્યુત્પત્તિકોશ – ભાયાણી હરિવલ્લભ
૧૯૯૫ ગુજરાતી સંદર્ભ ગ્રંથો (ગુજરાતી ભાષાના ૫૧૨ સંદર્ભ ગ્રંથોની સવિવરણસૂચિ) – શાહ કનુભાઈ
૧૯૯૫ મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ – કોઠારી જયંત
૧૯૯૬ ગુજરાતી સાહિત્યકોશ, ખંડ ૩ સાહિત્યિક પ્રકીર્ણ – ટોપીવાળા ચંદ્રકાન્ત (+ અન્ય)
૧૯૯૭ મોટો કોશ (શબ્દાર્થ કોશ) – નાયક રતિલાલ
૧૯૯૮ બેઝિક બાયલિંગ્વલ ડિક્ષનરી -ગુજરાતી-અંગ્રેજી-ગુજરાતી – દવે જગદીશ (+ અન્ય)
૧૯૯૮ ગુજરાતી-સંસ્કૃત-અંગ્રેજી કોશ – મહેતા છોટાલાલ
૧૯૯૮ ગુજરાતી સાહિત્યકાર પરિચય કોશ-સંવર્ધિત [હયાત લેખકો] – શુકલ કિરીટકુમાર
૧૯૯૮ ગુજરાતના સ્વાતંત્ર્ય સૈનિકો – શુક્લ જયકુમાર
૧૯૯૯ અનુઆધુનિક સાહિત્ય સંજ્ઞાકોશ – ગાડીત જયંત
૧૯૯૯ સરળ વિજ્ઞાન કોશ – નાયક જનક
૧૯૯૯ નવલકથા સંદર્ભકોશ – વેગડ પ્રકાશ
૧૯૯૯ નર્મકથાકોશ [૧૮૭૦ના કોશની નવી આવૃત્તિ] – સંક. શુક્લ રમેશ
૧૯૯૯ ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ – મન્સૂરી મોહિયુુદ્દીન, શાસ્ત્રી કે. કા.
૨૦૦૦ પાટીદાર વિશ્વકોશ – ઓઝા ઈશ્વરલાલ
૨૦૦૦ શ્રીવાણી ચિત્ર શબ્દકોશ – જાની હર્ષદેવ ‘હર્ષદેવ માધવ’
૨૦૦૦ નવભારત જ્ઞાનકોષ ગુજરાતી – શાહ પુષ્પાબહેન