ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/આવજે
આવજે
જ્યોતિષ જાની
આવજે (જ્યોતિષ જાની; જ્યોતિષ જાનીની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૯) પ્રથમ પ્રણયની મુગ્ધતાને મમળાવતો નાયક પ્રિયાની ફોન પરની મુલાકાતોને સ્મરે છે. સમયાંતરાલે સધાયેલા ફોન પરના સંવાદના પ્રતિભાવ રૂપે નાની શી કાવ્યપંક્તિ રૂપે લખેલા પત્રના ઉત્તરની રાહ જોતા નાયકને નાયિકાના સ્વજન જણાવે છે કે નાયિકા અવસાન પામી છે. નામહીન એવા આ પ્રેમસંબંધને નાયક આવજો કહે છે - એવું વસ્તુ ધરાવતી વાર્તા તેના રમણીય ગદ્યથી આસ્વાદ્ય બની છે.
ર.