ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/આસમાની
Jump to navigation
Jump to search
આસમાની
રમેશ ર. દવે
આસમાની (રમેશ ર. દવે; ‘તથાસ્તુ’, ૨૦૦૮) વૃદ્ધ મનવંતરાય જેની સાથે લગ્ન કરવાના હતા પણ કરી શક્યા ન હતા એ વનિતાની પુત્રવધૂ શામલીનો પત્ર આવે છે કે બીમારીને કારણે ખાવા-પીવાનું છોડી સંથારો કરવા ઇચ્છતી વનિતા મૃત્યુ પહેલાં માત્ર એક વાર મનવંતરાયને મળવા માંગે છે. શામલીના ફુઆ થઈને અને વનિતાને ગમતા આસમાની રંગનું શર્ટ પહેરીને આવવાનો તરીકો શામલીએ જ મનવંતરાયને બતાવ્યો છે. નાયકને દ્વિધા છે કે પત્ની કૌશલ્યાને આ વાત ગમશે કે કેમ? પણ કૌશલ્યા આસમાની રંગનું શર્ટ ખરીદી લાવી, પતિને વનિતાને ત્યાં જવા માટે પૂરા મનથી સંમતિ આપે છે. અહીં પત્ર અને સંવાદશૈલીથી થયેલું પાત્ર નિરૂપણ આસ્વાદ્ય નીવડે છે.
પા.