ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કાકવંધ્યા
કાકવંધ્યા
ચુનીલાલ મડિયા
કાકવંધ્યા (ચુનીલાલ મડિયા; ‘મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૪૮) લગ્ન પૂર્વે રહેલા ગર્ભને વાસવી અને નૈષધ દૂર કરાવે છે અને વાસવી હંમેશ માટે વંધ્યત્વ વ્હોરી લે છે – એની પીડા ‘યુકેવારીસુ’ જેવી જાપાની ફિલ્મથી ઉત્તેજિત થતાં અંતે વાસવી કારઅકસ્માતમાં પોતાને અને નૈષધને હોમી દે છે. માતૃત્વનો જન્મદત્ત અધિકાર ધરાવનાર કાકવંધ્યાનો કરુણ વાર્તાના કેન્દ્રમાં છે. વાર્તાઅંતર્ગત ફિલ્મકથાનો તરીકો નોંધપાત્ર છે.
ચં.