ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ખ/ખાનગી કારભારી
ખાનગી કારભારી
કનૈયાલાલ મુનશી
ખાનગી કારભારી (કનૈયાલાલ મુનશી; ‘મારી કમલા અને બીજી વાતો’, ૧૯૨૧) ઑનરેબલ સર મોહનલાલ નાઈટ સાંસારિક પ્રવૃત્તિનું ખાતું ખોલી ખાનગી કારભારી મધુપર્કશંકરની નિમણૂક કરીને પોતાનાં બીજી વારનાં પત્ની મનોરમા સાથેનો પત્રવ્યવહાર એને સોંપે છે. પત્રવ્યવહાર દ્વારા મનોરમાનાં સપનાં જોતો થયેલો સાક્ષર કારભારી મનોરમા સાથેના મિલનમાં અવદશાને પામે છે, એનું વ્યંગહાસ્યથી કરેલું અતિનિરૂપણ રસપ્રદ છે. અહીં વાર્તારસ પ્રમુખ છે.
ચં.
x