ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ખ/ખાલી ખુરશીઓ
ખાલી ખુરશીઓ
પ્રાણજીવન મહેતા
ખાલી ખુરશીઓ (પ્રાણજીવન મહેતા; ‘પ્રા. કથન’, ૧૯૯૭) ‘હું’ લગ્નમંડપમાં જાય છે પણ ભર્યાભર્યાં મંડપમાં એને બધી ખુરશીઓ ખાલી જણાય છે. એને સામે છેડે પડછાયાઓ જાણે વસ્ત્રો પહેરી ઓઢીને અકબંધ બેઠા છે. યજમાને આપેલો આવકાર, ગુલાબના ફૂલની પાંદડીઓથી વરવધૂનો સત્કાર, મગજની નસનું શરણાઈ થઈ જવું, કન્યકા જાગે નહીં - આવી આવી મનોમયતામાં ડૂબતો-તરતો કથાનાયક કશે સંકળાઈ શકતો નથી. પોતાના તરંગને અટકાવીને ખડખડ ખડખડ હસતા નાયક સાથે વાર્તા અંત પામે છે. વર્તમાન ક્ષણબિન્દુથી વેગળા રહી જતા મનુષ્યની તરંગલીલાનું નિરૂપણ અહીં પુનરાવર્તનપૂર્વક થયું છે.
ઈ.