ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/છ/છેલ્લો દાંડક્ય ભોજ
છેલ્લો દાંડક્ય ભોજ
રામનારાયણ વિ. પાઠક;
છેલ્લો દાંડક્ય ભોજ (રામનારાયણ વિ. પાઠક; ‘દ્વિરેફની વાતો’ ભા.-૨, ૧૯૩૫) પ્રાચીન સમયમાં દંડકારણ્યમાં તેરમો દાંડક્ય ભોજ વિરોધસેન, પિતાને મારીને પુત્ર ગાદીએ આવતા હોય છે, એવી માન્યતાને કારણે પોતે નિઃસંતાન રહેવા ઇચ્છે છે. સંતતિનિયમનના વિવિધ ઉપાયોને અંતે સિદ્ધાંજનના પ્રયોગથી અનાર્ય કન્યા કાલ્પી મૃત્યુ પામે છે. આથી કાલ્પીઓ રાજાને પૂરો કરે છે. પ્રેમવૃત્તિની અવગણના કઈ રીતે મનસ્તંત્રને રાક્ષસ બનાવી શકે એનો આ વાર્તા સંકેત આપે છે.
ચં.