ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/ના ખપે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ના ખપે

દલપત ચૌહાણ

ના ખપે (દલપત ચૌહાણ; ‘ગુજરાતી નવલિકાચયન: ૧૯૯૯’, સં. યોગેશ જોષી, ૨૦૦૧) વતનના ગામમાં ઘર કરાવવા ઇચ્છતા દલિત નાયકને ત્યાં કડિયો ડાહ્યાભાઈ એના ઘરનાં ચા-પાણી ન પીવાય એટલે અલગથી પૈસા માંગે છે. એની આ મનોવૃત્તિથી અકળાઈને નાયક બીજાને કામ સોંપે છે. બીજી બાજુ મેનામાનો રામજી મળવા આવે છે ત્યારે નાયક એને ચાની રકાબી ધરે છે તો રામજી ‘મને તારી ચા ન ખપે’ એમ કહી બીજે દિવસે છાસવારો હોવાથી છાસ લેવા કોઈને મોકલવાનું કહે છે ત્યારે નાયક આક્રોશપૂર્વક બોલી ઊઠે છે ‘જા ને દિયોર, તારી છાસ અમને ના ખપે.’ દલિત-સવર્ણ વચ્ચેના વ્યવહારભેદ અને ગ્રામીણ પરિવેશનું નિરૂપણ અહીં રોમાંચક છે.
પા.