ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મધવાળી
મધવાળી
સ્વપ્નસ્થ
મધવાળી (સ્વપ્નસ્થ; ‘દિનરાત’, ૧૯૪૬) પત્ની પિયર જતાં ઘરમાં એકલા રહેતા પુરુષની પાસે બપોરના નિર્જન સમયે એક મધવાળી પોતાના નાના બાળક સાથે મધ વેચવા આવે છે. મધવાળીનો મેલો પણ તંદુરસ્ત ને લાવણ્યમય દેહ અને ધાવતા બાળકના મોંમાંથી નીકળી ગયેલા ખુલ્લા સ્તનને જોઈ પુરુષને એ સ્ત્રીને ભોગવવાની ઇચ્છા જાગી ઊઠે છે પરંતુ એ ક્ષણિક તૃપ્તિ પછીના જીવનની કલ્પનાનો ડર એને અઘટિત કૃત્ય કરતાં રોકે છે. પુરુષની આ મનોવૃત્તિની સામે મધવાળીની સ્વસ્થતા અને નચિંતતા કૃતિમાં આકર્ષક વિરોધ રચે છે તેમ જ પુરુષને નિરંકુશ બનતો રોકવામાં પણ નિમિત્તરૂપ બને છે.
જ.