ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મરઘો
મરઘો
જોસેફ મેકવાન
મરઘો (જોસેફ મેકવાન; ‘૨૦૦૦ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. હર્ષદ ત્રિવેદી, ૨૦૦૧) પોલીસ અધિકારી નાયકની માનું અવસાન થયું છે. એના અંતિમ સંસ્કાર માટે વતન જવા નીકળેલો પુત્ર, માનો બીજો પતિ માને કેવી રંજાડતો, એણે પોતાને કેવો બૉર્ડિંગમાં ધકેલી દીધો, બોર્ડિંગમાં એક અજાણ્યો માણસ કેવું હેત કરતો હતો. આ બધી વિગત વાગોળતો ઘેર પહોંચે છે. કબ્રસ્થાનમાં લઈ જતાં માના મૃતદેહને પહેલી કાંધ આપનારામાં પેલો અજાણ્યો માણસ પણ હતો. પુત્રને જાણ થાય છે કે હેત કરનારો એ અજાણ્યો માણસ માનો પહેલો પતિ અને પોતાનો પિતા છે. વાર્તામાં સાવકા બાપ માટે પ્રયુક્ત, મરઘીઓ પર ત્રાસ વર્તાવતા મરઘાનું પ્રતીક સહાયક બન્યું છે. ઈ.
ચં.