ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મારી ચંપાનો વર
મારી ચંપાનો વર
ઉમાશંકર જોશી
મારી ચંપાનો વર (ઉમાશંકર જોશી; ‘શ્રાવણી મેળો’, ૧૯૩૭) વિધવા બનેલી લક્ષ્મી દીકરી ચંપાથી પોતાનું જીવન ભરી દે છે પરંતુ લક્ષ્મીનાં છેલ્લાં વરસો ચંપાના વરથી ભરાઈ જાય છે. જમાઈ પૂનમલાલ તરફના એના ખેંચાણમાં દમિત મનોગ્રંથિની કોઈ સામાજિક તરેહને પકડવાનો આ વાર્તામાં કલાત્મક પ્રયત્ન થયો છે.
ચં.