ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મૂઠી ચોખા
મૂઠી ચોખા
જયંતિ દલાલ
મૂઠી ચોખા (જયંતિ દલાલ, ‘ઉત્તરા’, ૧૯૪૪) અનાજની તંગી અને ભૂખમરા વચ્ચે ભદ્ર સમાજ અને કંગાલ ટોળાનો સંઘર્ષ છેવટે મડદાના મોઢામાંથી નીકળી પડેલા ચોખાના દાણા આગળ આવી અટકે છે. જિજીવિષાની દયનીય સ્થિતિનું નિરૂપણ કરતું આવું કથાનક પ્રતિબદ્ધ છતાં પ્રભાવક છે.
ચં.