ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/લ/લાડુનું જમણ
Jump to navigation
Jump to search
લાડુનું જમણ
પન્નાલાલ પટેલ
લાડુનું જમણ (પન્નાલાલ પટેલ; ‘વાત્રકને કાંઠે’ ૧૯૫૨) લાડુપ્રિય પણ બચરવાળ દેવશંકર માસ્તરને ચાર મહિના સુધી લાડુ ખાવા મળતા નથી. એક ટંક ખાવાનું છોડી, દોઢ રૂપિયાની બચત કરીને દેવશંકર ‘આદર્શ ક્લબ’માં લાડુ જમવા જાય છે. દેવશંકરના લાડુપ્રેમથી નારાજ હોટલમાલિક થાળી સામે આવીને ઊભા રહે છે અને દેવશંકર, જુલાબ લીધો છે એટલે દાળભાત જ ખાવા છે તેવું કહી, લાડુને અડ્યા વિના જમી, દોઢ રૂપિયો ચૂકવે છે. ક્ષોભ અનુભવતા હોટલમાલિકના આગ્રહને ઠેલતાં દેવશંકર કહે છે: ‘મેં તો આજથી… લાડુ ખાવાનું જળ મૂક્યું છે.’ આરંભમાં હાસ્યની સેરો ઉડાડતી વાર્તા અંતે અનપેક્ષિત વળાંક લે છે અને ઘેરા કરુણમાં પર્યવસાન પામે છે.
પા.