ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શહીદ
શહીદ
ઉત્પલ ભાયાણી
શહીદ (ઉત્પલ ભાયાણી; ‘હલો’, ૧૯૮૩) મહાસુખલાલના અનેક પ્રયત્ન છતાં એમને વાછૂટ નથી થતી. એની બેચેની એમને છેક સંડાસ સુધી લઈ જાય છે. ત્યાં જોરથી સાંકળ ખેંચતાં ટાંકીનો ભાગ વિજેતા મહાસુખલાલના માથા પર પડે છે અને તેઓ લોહીલુહાણ થાય છે. વક્રતા-વિડંબનનો આશ્રય લઈ કથાનક આકર્ષક બન્યું છે.
ચં.