ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શબવત્
Jump to navigation
Jump to search
શબવત્
રમેશ ર. દવે
શબવત્ (રમેશ ર. દવે ‘ગૂર્જર અદ્યતન નવલિકાસંચય’, સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) પોતાની બઢતી માટે પત્નીને બૉસની સાથે સૂવા જવા પતિ વિવશ કરે છે. એકવાર પતિને પ્રમોશન મળી જાય પછી પોતે મરી જશે અને બૉસને તો મડું થઈને વેઠી લઈશ - એવી ધારણાથી ગયેલી સ્ત્રી સંભોગનો અપૂર્વ આનંદ પામે છે. ‘બઢતી પામ્યાની રાતે પતિ પત્નીને ચૂંથે છે ત્યારે બૉસની સાથે ગાળેલી આનંદદાયી રાતનું સ્મરણ થઈ આવતાંની સાથે પત્ની પતિની સાથે શબવત્ બની રહે છે. પતિ અને બૉસ સાથેના દૈહિક સંબંધોનો વિપર્યાસ કલાત્મક રીતે નિરૂપાયો છે.
ઈ.