ગુજરાતી નારીસંપદા : કવિતા/અછાંદસ
Jump to navigation
Jump to search
અછાંદસ
મીના ગોર મેવાડા
⯐
પથ્થર ફાડીને ફૂટેલી કૂંપળ છું
ને તોય સ્ત્રી છું જ છું.
આભ ફાડી વરસેલું વાદળ છું
ને તોય સ્ત્રી છું જ છું.
કતારને વીંધી નીકળી જાઉં આગળ
ના કોઈ પીઠબળ, ના કોઈ પાછળ
અનંત કાળથી ચાલતી રહેલી ચળવળ છું
ને તોય સ્ત્રી છું જ છું.
સહુ સમજતા રણમાં રણદ્વીપ મને
ઝાંઝવાનાં જળથી મોતી પકવતી છીપ મને
હું તો રેતમાંથી નીકળેલું મૃગજળ છું
ને તોય સ્ત્રી છું જ છું.
લખતાં લખતાં જીવું હું મારી જ કથા
હું જ ભૂસું, હું જ ઉમેરું મારી વ્યથા
છેકાછેકી કરેલો એક કાગળ છું
ને તોય સ્ત્રી છું જ છું.
***