ગુજરાતી નારીસંપદા : કવિતા/કોફીના બે કપ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કોફીના બે કપ

મીનાક્ષી વખારિયા

એક હું
અને એક તું,
એક તારો વરસાદ
એક મારો વરસાદ...!
તને ગમે ધોધમાર
ને મને, ઝરમર...!
આજે પણ ચાલી છે
વરસાદની હેલી...!
તરબતર કરતી
અંગ-અંગ,
મન-અનંગ.
છે અવસાદ ભીતરમાં
દઝાડતો મને...!
છે એ જ રવેશ
ને એ જ હીંચકો…ખાલી..,
તારા વિના...!
છે ને...! કોફીના બે કપ....
એક ખાલી એક ભરેલો...!
એ પણ ક્યાં પીવાય છે?
તું નથી ને,
યાદ કરાવવા...!
નથી લંબાવતી હાથ હવે
ઝરમર વરસાદને ઝીલવા...!
તાકી રહું છું માત્ર,
ધોધમાર વરસાદને...!
ક્યાંક દૂર બેઠો તુંયે
તાકતો હશે ને?
ધોધમાર વરસાદને...!
તારી ઉષ્મા, તારા તરંગો...
તરતા હશે ને...
તને અડીને આવેલી
હવાની લહેરોમાં..!
હાથ મારા લંબાઈ જાય છે,
તારા લગી પહોંચવા,
ધોધમાર વરસાદને ઝીલવા...!

***