ગુજરાતી નારીસંપદા : કવિતા/તું જ સર્જન...
Jump to navigation
Jump to search
તું જ સર્જન, તું વિસર્જન
પ્રજ્ઞા વશી
⯐
ઉંબરો છોડી ગગન તું માપી લે
જાતને તું એ રીતે બસ પામી લે
બે કદમ તું, ચાલશે તો ત્યાં પછી
આભ પણ ઝૂકી જશે તું થામી લે
એકલી તું છે, દિશાઓ, ધૂંધળી
તું જ તારી, સારથિ, રથ હાંકી લે
તું નથી સીતા, નથી તું, દ્રોપદી
છે અલગ તાસિર, તુજ બતલાવી લે
તું નિયંતા, તું વિધાતા, વિશ્વની
તું જ સર્જન, ને વિસર્જન, માની લે
***