The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઘું-બાવા
ખ્યાતિ શાહ
⯐
પ્રિય
ક્યારેક તો
ઘરના બાવા ઝાળા કરતાં
જાત ખંખેરી જો-
સમયની ધૂળ
નિસ્તેજ લાગણીઓ
ભારરૂપ સંબંધ
જરા એને પણ ઘસ
ઘરની જેમ દિલને પણ
ફરી નવ પલ્લવિત કરી તો જો