ગુજરાતી નારીસંપદા : કવિતા/મારી ઝુકેલી કમરને

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મારી ઝુકેલી કમરને

રીતા ત્રિવેદી

મારી ઝુકેલી કમરને
વારંવાર હું શીખવાડું છું
ગૌરવથી ઊભા રહેવાનું.
વારંવાર!
લગાતાર!
પણ એ છે કે જે
ઝૂકી જ જાય છે ને.
વિચારું છું કે
કાશ! તેણે વર્જીનિયા વુલ્ફને
વાંચ્યાં હોત તો!
તો તે પણ
ઊભી હોત ગૌરવભેર.
આખરે
તેનો પણ હક છે
ટટ્ટાર ઊભા રહેવાનો.
પણ
એ છે કે જે કંઈ સાંભળતી જ નથી.
તેને આદત થઈ ગઈ છે
ઝૂકીને રહેવાની.
હું ભૂતકાળનાં
આ પૃષ્ઠોને
ઉથલાવી, ઉથલાવીને
શોધું છું,
કેવી રીતે ઉન્નત ઊભી રહે એ!
પણ.... એ છે જે
એમ જ...
ઝૂકીને જ...

***