ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/કથા સાહિત્ય વિવેચન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨ ક. કથાસાહિત્ય વિવેચન

દલાલ, ભારતી રમણલાલ, ૧૯૪૦–
શીર્ષક : કથાસાહિત્યના વિવેચનની સમસ્યાઓ
માર્ગદર્શક : સુરેશ જોષી, એમ. એસ. યુનિ. ૧૯૭૨, પ્ર
કા. ૧૯૭૫, પૃ. ૩૬૬
આ શોધપ્રબંધમાં ‘કરણઘેલો’, ‘સરસ્વતીચંદ્ર”, ‘ગુજરાતનો નાથ’, ‘ઝેર તો પીધા છે જાણી જાણી’નાં વિવેચનોનું આલેખન કરેલ છે તથા નવલકથાની નવી ધારા અને તેનું વિવેચન કર્યું છે.

પટેલ, કપિલા જયેન્દ્ર શેખડીવાળા
શીર્ષક : ત્રણ ગુજરાતી કથા લેખિકા : એક અધ્યયન
સરદાર પટેલ, ૧૯૯૩,
માર્ગદર્શક : મણિલાલ હ. પટેલ.
ધીરુબહેન પટેલ, સરોજ પાઠક અને કુંદનિકા કાપડિયાની નવલકથાઓ-વાર્તાઓનો મૂલ્યાંકનલક્ષી અભ્યાસ

બાળકથા વિવેચન
ઝવેરી, ભારતી ભૂપતરાય
શીર્ષક : આપણું વર્તમાન બાળસાહિત્ય - એક અવલોકન (સૈદ્ધાંતિક ગવેષણા)
માર્ગદર્શક : શ્રી મોહનભાઈ શં. પટેલ, ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૧
ગુજરાતી બાળસાહિત્ય ઉપર આ મહાનિબંધમાં સંશોધન થયું છે. ભારતીબહેને બાળસાહિત્યના સંશોધક શ્રી ગિજુભાઈ બધેકાનાં સંશોધનોનો ઠીક-ઠીક આધાર લઈ બાળવાર્તાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. બાળવાર્તાના પ્રકારો પાડી અહીં વિગતે ચર્ચા થઈ છે.

ત્રિવેદી, શ્રદ્ધા અશ્વિનભાઈ, ૧૯૪૮
શીર્ષક : ગુજરાતીમાં બાળકથાનું સ્વરૂપ અને તેનો વિકાસ,
માર્ગદર્શક : ચંદ્રકાંત શેઠ
ગુજરાત, ૧૯૮૯-૯૦
મૂળ મહાનિબંધમાં ઈ.સ. ૧૯૮૦ સુધીનો વિકાસ આલેખ્યો હતો પણ તે ત્રણ ભાગમાં પ્રકાશિત થયો અને ઇતિહાસ-વિકાસ આલેખ ૧૯૯૦ સુધીનો છે.
(૧) બાલકથા : સ્વરૂપ અને તેના પ્રકારો, ૧૯૯૧. પૃ. ૧૬+૧૩૯. બાળકથાના સ્વરૂપ પ્રકાર આદિ સંબંધી સૈદ્ધાંતિક ચર્ચા આમાં છે. (૨) ગુજરાતી બાળસાહિત્ય, ખંડ-૧ (ઈ. ૧૯૪૦ સુધી), ૧૯૯૩. પૃ. ૧૨+૨૨૩. (૩) ગુજરાતી બાળકથા સાહિત્ય ખંડ-૨ (ઈ. ૧૯૪૧થી ૧૯૯૦ સુધી) ૧૯૯૫, પૃ. ૧૬+૨૮૪

મોટિફ અને લોકકથા
ધોલેરિયા, બાબુલાલ જાદવભાઈ
શીર્ષક : સૌરાષ્ટ્રની લોકકથાઓનો આલોચનાત્મક અભ્યાસ (કથાઘટકો અને રચનાવિધાનને અનુલક્ષીને)
માર્ગદર્શક : ભાનુપ્રસાદ પંડ્યા
પૃ. સંખ્યા : ૪૫૪
પ્રસ્તુત મહાનિબંધના પ્રારંભમાં સંશોધકે સૌરાષ્ટ્રની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિશેષતા રજૂ કરી છે. જેમાં ભૌગોલિક વિશેષતાઓમાં સૌરાષ્ટ્રની વિસ્તાર સીમા, પ્રાચીન વાઙ્મયમાં સૌરાષ્ટ્રના નિર્દેશો, વિદેશી પ્રવાસીઓની નોંધોમાં સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રનો સમુદ્રકિનારો અને બંદરો, સૌરાષ્ટ્રની પ્રાચીન વસાહતો વગેરે વિશેષતાની વાત આલેખી છે. એજ રીતે સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક વિશેષતાઓમાં અનાર્ય સંસ્કૃતિ, મહાભારતકાળ, શ્રીકૃષ્મથી મૌર્યકાળ, પરદેશીઓનું સૌરાષ્ટ્રમાં આગમન, સૌરાષ્ટ્રના પ્રાચીન સ્થાપત્યો, સૌરાષ્ટ્રની અઢારેય આલેખ, સૌરાષ્ટ્રનાં મુખ્ય-મુખ્ય શાસકો અને તેની પ્રજા પર થયેલી અસરો, સૌરાષ્ટ્રની સંસ્કૃતિમાં નદીઓ, પર્વતો, વન, લોકનૃત્યો વગેરે વિશેષતા આલેખી છે. સંશોધકશ્રીએ ત્યારબાદ લોકકથાનું ક્ષેત્ર સ્વરૂપ અને પ્રસારની વિગતે વાત કરી છે. જેમાં લોકસાહિત્ય અંગેની ભારતીય સમજ, ઋગ્વેદમાં લોક, ગીતામાં લોક, શીલાલેખોમાં લોક, લોક અને ભદ્ર સમાજ, ચિત્ર, શિલ્પ, નૃત્યની મુદ્રાઓ રજૂ કરી છે. ત્યારબાદ લોકકથાના સ્વરૂપ વિશેની વાત કરતા સંશોધકે લોકકથાના લક્ષણો, કથિત અને લિખિત લોકકથા વચ્ચેનો તાત્ત્વિક ભેદ, લોકકથાના પ્રકાર, લોકકથાની આંતરસામગ્રી, લોકકથામાં લોકવ્યવહાર અને ગુજરાતી લોકકથાઓ, સૌરાષ્ટ્રની લોકકથાઓ રજૂ કરી છે.
પ્રસ્તુત મહાનિબંધમાં ત્યારબાદ સંશોધકે કથાઘટક ‘મોટિફ’ની સંજ્ઞા અને વિભાવના વિચાર રજૂ કરી પસંદ કરેલી લોકકથાઓમાં ‘મોટિફ’નો વિનિયોગ કર્યો છે. તેમની પસંદ કરેલી લોકકથાઓમાં ‘દરિયાપારની દીકરી’, ‘બાપુ ભાલાળો’, ‘ચાર સાર’, ‘વિક્રમ અને પ્રભાત ચાવડો’, ‘ચંદ્રણ મેણાગરી’, ‘લાખ વેચતી લક્ષ્મી ઠાંગો ભગત’, ‘રામદુવાઈ’, ‘ભગવાનનો ભાઈ’, ‘નાગપંચમી’, ‘શીતળાસાતમ’, ‘ભટુડીની વાર્તા’ અને માલો વેંડરો રજૂ કરી છે.
મહાનિબંધના અંતમાં સંશોધકે બે નમૂનારૂપ લોકકથા આલેખી ‘મોટીફ’ની યાદી વર્ણવી છે અને નિબંધની સમાપ્તી કરી છે.

ધ્રુવ, સરૂપ યોગેશભાઈ, ૧૯૪૮–
શીર્ષક : કેટલીક પસંદ કરેલી ગુજરાતી લોકકથાઓ
માર્ગદર્શક : શ્રી મોહનભાઈ પટેલ, ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૬
અહીં કેટલીક પસંદ કરેલી ગુજરાતી લોકકથાઓનો આધાર લઈ ‘મોટિફ’નો અભ્યાસ થયો છે. કુલ ૪ પ્રકરણોમાં વિભાજીત આ નિબંધમાં લોકકથાનું અંતસ્તત્વલક્ષી અધ્યયન અને તેમાં અંકાયેલું, ‘મોટિફ’નું મહત્ત્વ, ‘મોટિફ’નું કાર્યક્ષેત્ર, વગેરે બાબતોની ઝીણવટભરી ચર્ચા થઈ છે.

પરમાર, ખોડીદાસ ભાયાભાઈ, ૧૯૩૦–
વિષય : સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં પ્રતિબિંબિત થતી લોકકથાઓ.
સૌરાષ્ટ્ર, ૧૯૭૯

પંજાબી, શશિબાળા ફકીરચંદ
શીર્ષક : રાજસ્થાની અને ગુજરાતી લોકવાર્તાઓનો તુલનાત્મક અભ્યાસ
ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૮૭
માર્ગદર્શક : કનુભાઈ જાની