ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
Gujarati Sahityakosh1.jpg


ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧
મધ્યકાળ

ગુજરાતી સાહિત્ય પરિષદના કોશના આ ખંડ-૧માં ઈ.સ. ૧૧૫૦થી ૧૮૫૦ સુધીના સમયગાળામાં થયેલા કવિઓ અને તેમની રચનાઓ વિષયક વિશ્વાસપાત્ર તમામ માહિતી આપવામાં આવી છે. આ કોશમાં મધ્યકાલીન સાહિત્યમાં રચાયેલી, કાવ્યગુણે ઉત્તમ, મનુષ્યજીવનના રહસ્યોને ઉકેલવાની ચાવીઓ પૂરી પાડતી અને મુદ્રિત સ્વરૂપે મળતી કૃતિઓના સંખ્યાબંધ અધિકરણ ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી, ચંદ્રકાંત શેઠ વગેરે જેવા તજ્જ્ઞોએ લખ્યા છે. મધ્યકાળમાં જે સાહિત્ય રચાયું છે તે તમામને એકસાથે સંગ્રહી લેવાનો અહીં પ્રયત્ન છે. અહીં જૈન, સ્વામીનારાયણ, નાથસંપ્રદાય વગેરેના ૧૬૦૦ જેટલા કવિઓની ૩૦૦૦ ઉપરાંત સાહિત્યરચનાઓ વિશેના અધિકરણ મળશે. આ બધા જ અધિકરણ નિષ્ણાત સંશોધકોએ તૈયાર કર્યા છે. આ ઉપરાંત અહીં કવિ કે કૃતિવિષયક મળતી તમામ સામગ્રીનો સંદર્ભ પ્રત્યેક અધિકરણને અંતે આપવામાં આવ્યો છે જે અભ્યાસીને સામગ્રીના મૂળ સુધી લઈ જશે.
કીર્તિદા શાહ, મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ


અનુક્રમ