ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમવિજય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉત્તમવિજય-૧ [જ.ઈ.૧૭૦૪ - અવ. ઈ.૧૭૭૧/સં. ૧૮૨૭, મહા સુદ ૮] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં જિનવિજયના શિષ્ય. પૂર્વાશ્રમનું નામ પૂંજાશા. જન્મ અમદાવાદમાં. માતા માણેક. પિતા લાલચંદ. ઈ.૧૭૨૨માં ખરતરગચ્છના દેવચંદ્ર પાસે ધાર્મિક તત્ત્વગ્રંથોનો અભ્યાસ. ઈ.૧૭૪૦માં જિનવિજય પાસે દીક્ષા. અવસાન અમદાવાદમાં. ૩ ઢાળ અને ૫૧ કડીનું, સ્વોપજ્ઞ ગદ્યટીકા સાથેનું ‘સંયમશ્રેણી-ગર્ભિતમહાવીર-સ્તવન’ (૨. ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯, વૈશાખ સુદ ૩ મુ.), ૩ ઢાળનું ‘અલ્પબહુત્વવિચારગર્ભિત-મહાવીરજિન-સ્તવન’ (૨. ઈ.૧૭૫૩/સં. ૧૮૦૯, આસો સુદ ૨; મુ.); ઈ.૧૭૪૩માં નિર્વાણ પામેલા જિનવિજયનું સમગ્ર ચરિત્ર વર્ણવતો, દુહા-દેશીબદ્ધ ૧૬ ઢાળનો ‘જિનવિજયનિર્વાણ-રાસ’ (મુ.);૩૧ કડીનું ‘જિનઆગમ-બહુમાન-સ્તવન’ (૨. ઈ.૧૭૫૩); ‘અષ્ટપ્રકારી-પૂજા’ (૨. ઈ.૧૭૫૭;મુ.), ‘ચોવીસી’ (૫ સ્તવન મુ.) અને કેટલાંક સ્તવનો-સઝાયો (મુ.)ના કર્તા. કૃતિ : ૧. સંયમશ્રેણીગર્ભિત મહાવીર સ્તવન સ્વોપજ્ઞ ગદ્યટીકા સાથે, સં. માનવિજય, ઈ.૧૯૨૨ (+સં.);  ૨. જૈઐરાસમાળા : ૧ (+સં.); ૩. જૈગૂસારરત્નો : (+સં.); ૪. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; પ. પૂજાસંગ્રહ, પ્ર. મોહનલાલ બાકરભાઈ, ઈ.૧૮૮૪; ૬. પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]