ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમવિજય-૨
Jump to navigation
Jump to search
ઉત્તમવિજય-૨ ઉત્તમવિજય-૨[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ઉપાધ્યાય યશોવિજયની પરંપરામાં સુમતિવિજયના શિષ્ય. ‘નવપદપૂજા’ (૨. ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, શ્રાવણ સુદ -; મુ.), ‘પિસ્તાળીસ આગામની પૂજા’ (૨. ઈ.૧૭૭૮/સં. ૧૮૩૪, કારતક સુદ ૫, બુધવાર), દેવપ્રભસૂરિની સંસ્કૃત કૃતિ ‘પાંડવચરિત્ર-મહાકાવ્ય’ પર વિજયધર્મસૂરિના રાજ્યકાળમાં રચાયેલા સ્તબક (૨. ઈ.૧૭૮૦) તથા રત્નશેખરસૂરિકૃત પ્રાકૃત ‘શ્રાદ્ધવિધિ-વૃત્તિ’ પર વિજયધર્મસૂરિ-શિષ્ય વિજયજિનેન્દ્રના રાજ્યકાળ (ઈ.૧૭૮૫ - ઈ.૧૮૨૮)માં રચાયેલ સ્તબકના કર્તા. કૃતિ : નવપદપૂજા, પ્ર. માણેકચંદ લ. શા, − સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. આલિસ્ટઑઈ : ૨; ૩. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૪. મુપુહગૂસૂચી. [ર.સો.]