ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયકલશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉદયકલશ [ઈ.૧૫૬૨માં હયાત] : રાસકવિ. લઘુ તપગચ્છના જૈન સાધુ. કમલકલશની પરંપરામાં વિદ્યાકલશના શિષ્ય. ભૂલથી ઉદયકુશલને નામે ઉલ્લેખાયેલા આ કવિની, મુખ્યત્વે દુહા અને ચોપાઈબદ્ધ ૨૭૮ કડીની ‘શીલવતી-ચોપાઈ’ (૨. ઈ.૧૫૬૨/સં. ૧૬૧૮,શ્રાવણ સુદ ૧૫; મુ.) ક્વચિત્ વસ્તુ છંદનો અને દેશીનો ઉપયોગ કરે છે તથા શુભાષિતરૂપ સંસ્કૃત-પ્રાકૃત ગાથાઓ પણ ગૂંથી લે છે. વિક્રમ તથા ગગનધૂલિ/ધનકેલિને થયેલા સ્ત્રીચરિત્રના અનુભવોની રસપ્રદ પૂર્વભૂમિકા સાથે, શીલવતી ચતુરાઈથી પોતાના શીલની રક્ષા કેવી રીતે કરે છે તેથી કથા આમાં પ્રાસાદિક રીતે કહેવાઈ છે. કૃતિ : શીલવતી કથા, સં. કનુભાઈ શેઠ, ધનવંત શાહ, ઈ.૧૯૮૨ (+સં.). સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]