ઉદયકમલ[ઈ.૧૭૬૪ હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નકુશલના શિષ્ય. ૧૧ ઢાળની ‘વિજયશેઠ-વિજ્યાશેઠાણી-ચોપાઈ’ (૨. ઈ.૧૭૬૪/સં. ૧૮૨૦, જેઠ સુદ ૧૨, સોમવાર)ના કર્તા.