ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયસમુદ્ર-૧
Jump to navigation
Jump to search
ઉદયસમુદ્ર-૧ ઉદયસમુદ્ર-૧[ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ચંદ્ર/પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. ચંદ્રપ્રભસૂરિની પરંપરામાં સુમતિરત્નના શિષ્ય. સુમતિરત્ન ઈ.૧૫૧૨થી ઈ.૧૫૩૧માં હયાત હતા તેથી આ કવિનો સમય ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ ગણી શકાય. એમની ‘પૂર્ણિમાગચ્છની ગુર્વાવલી’(મુ.)માં ૧૮ કડીના પ્રથમ ખંડમાં ગુર્વાવલી છે અને ૨૩ કડીના બીજા ખંડમાં સુમતિરત્નની પ્રશસ્તિ છે. કૃતિ : પસમુચ્ચય:૨. [હ.યા.]