ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકવિલાસ
Jump to navigation
Jump to search
કનકવિલાસ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. ગુણવિનય-ઉપાધ્યાયની પરંપરામાં કનકકુમારના શિષ્ય. ‘પ્રદેશી-સંધિ’ (૨.ઈ.૧૬૬૯) તથા ૪૬ ઢાળની ‘દેવરાજ-વત્સરાજ-ચોપાઈ’ (૨.ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, વૈશાખ-)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રકારૂપરંપરા; ૨. જૈગૂકવિઓ : ૨. [વ.દ.]