ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલકીર્તિ
Jump to navigation
Jump to search
કમલકીર્તિ [ઈ.૧૬૨૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનવલ્લભસૂરિની પરંપરામાં કલ્યાણલાભના શિષ્ય. ‘મહીપાલચોપાઈ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, આસો સુદ ૧૦), જિનવલ્લભસૂરિકૃત ‘વીર-ચરિત્ર’ પર બાલાવબોધ (ર.ઈ.૧૬૪૨/સં. ૧૬૯૮, શ્રાવણ વદ ૯) તથા ‘કલ્પસૂત્ર-ટબાર્થ’ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ૨. જૈગૂકવિઓ:૩(૧). [ચ.શે.]