ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેશવ
કેશવ : આ નામે ‘આત્મિક-સઝાય’ (મુ.), ‘ગજસુકુમાલ-છઢાળિયું’ (લે.સં.૧૮મી સદી અનુ.), ૪૯ કડીની ‘રાત્રિભોજન-સઝાય’ તથા ગણિ કેશવને નામે ‘ચોવીસજિન-સ્વવન’ એ જૈન કૃતિઓ મળે છે પણ તે કયા કેશવની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ઉપરાંત આ નામે કેટલીક જૈનેતર કૃતિઓ પણ મળે છે, જેમાં દ્રૌપદીના સતથી મહોરેલા આંબાને કારણે પાંડવો દુર્વાસાના શાપથી બચે છે તે પ્રસંગનું નિરૂપણ કરતી, ૧૫ કડીની લોકગીતની શૈલીની ‘પાંડવોનો આંબો’ (મુ.), ૧૯ કડીનો ‘રેવાપુરી માતાનો ગરબો’, કૃષ્ણભક્તિનાં ૨ પદો તથા હિંડોળાના પદનો સમાવેશ થાય છે. આ બધી કૃતિઓના કર્તા કયા કેશવ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃષ્ણભક્તિનાં તથા હિંડોળાનાં પદોના કર્તા કદાચ કેશવ-૩ હોય. કૃતિ : ૧. કાદોહન:૧; ૨. જૈસસંગ્રહ(ન.); ૩. સંતસમાજ ભજનાવળી:૨, પ્ર. નાનાલાલ ધ. શાહ,-. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ:૧; ૫. ફૉહનામાવલિ; ૬. રાહગ્રંસૂચી:૧; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.;ચ.શે.]