ગણપતરામ-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : નિરાંતસંપ્રદાયના ગોવિંદરામના શિષ્ય. જ્ઞાતિએ મેવાડા સુથાર. ઝણોર (જિ. ભરૂચ)ના વતની. અધ્યાત્મ-અનુભવ, ગુરુમહિમા અને વૈરાગ્યબોધને વિષય કરીને રચનાયેલાં પદો (કેટલાંક મુ.)ના કર્તા. કૃતિ : ગુમુવાણી (+સં.). સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]