ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુલાબ
Jump to navigation
Jump to search
ગુલાબ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન શ્રાવક. બુરહાનપુરના સંઘે વિજયક્ષમાસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૧૭-ઈ.૧૭૨૯)ને કરેલી વિનંતી વર્ણવતી ૭ કડીની ‘વિજયક્ષમાસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. તથા માર્ચ, ૧૯૪૧ - ‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી (+સં.).[શ્ર.ત્રિ.]