ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારુચંદ્ર ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચારુચંદ્ર(ગણિ) [ઈ ૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગરની પરંપરામાં ભક્તિલાભ-ચારિત્રસારના શિષ્ય. ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૨૫/સં. ૧૫૮૧, આસો સુદ ૩), ૫૧૫ કડીના ‘મહાબલમલયસુંદરી-રાસ’, ૨૦૫ કડીની ‘રતિસારકેવલી-ચોપાઈ’, ૪૦ કડીની ‘નંદનમણિયાર-સંધિ’ (ર.ઈ.૧૫૩૧/સં. ૧૫૮૭, ફાગણ -), ૨૯ કડીના ‘પંચતીર્થી-સ્તવ’ (ર.ઈ.૧૫૪૨/સં. ૧૫૯૮, આસો -) તથા ૧૧ કડીના ‘યુગમંધર-ગીત’ના કર્તા. એમણે ૪૧ કડીનું ‘ભાષાવિચારપ્રકરણ -સાવચૂરિ’ રચેલ છે તે અવચૂરિ તથા ૫૭૫ કડીનું ‘ઉત્તમકુમાર-ચરિત્ર’ (લે.ઈ.૧૫૧૬, સ્વલિખિત; *મુ.) સંસ્કૃત ભાષાની કૃતિઓ હોય તેમ જણાય છે. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૪ - ‘ભક્તિલાભોપાધ્યાયકા સમય ઔર ઉનકે ગ્રંથ’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ:૩(૧,૨). [શ્ર.ત્રિ.]