ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયનિધાન-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જયનિધાન-૧: [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈનસાધુ. જિનમાણિક્યસૂરિ-જિનચંદ્રસૂરિની પરંપરામાં રાજચંદ્રગણિના શિષ્ય. કવનકાળ ઈ.૧૫૭૮(?)થી ઈ.૧૬૨૩. ‘યશોધરચરિત્રચોપાઈ-રાસ’ (ર.ઈ.૧૫૮૭), ૩૨૦ કડીની ‘ધર્મદત્તચોપાઈ/ધર્મદત્તધનપતિ-રાસ’ (ર.ઈ.૧૬૦૨), ‘સુરપ્રિયચરિત-રાસ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, આસો વદ ૩, શુક્રવાર), ૧૫૯ કડીની ‘કુર્માપુત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬/સં. ૧૬૭૨, પોષ સુદ ૯), ૧૦૫ કડીની ‘કામલક્ષ્મીવેદવિચક્ષણમાતૃપિતૃ-કથા’ (ર.ઈ.૧૬૨૩), ૬૩ કડીની ‘અઢારનાતરાં-સઝાય’ (ર.ઈ.૧૫૮૦), ‘ચોવીસજિન અંતર-સ્તવન’ (ર.ઈ.૧૫૭૮?), ‘સમેતશિખર-સ્તવન’ (ર.ઈ.૧૫૯૪) તથા ૧૦ કડીની ‘સાધુકીર્તિસ્વર્ગગમન-ગીત’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.). સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ: ૧,૩(૧,૨). [ર.ર.દ.]