ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસવંતસાગર-યશસ્વતસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જસવંતસાગર/યશસ્વતસાગર [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ચારિત્રસાગરશિષ્ય કલ્યાણસાગરની પરંપરામાં જશસાગર/યશ:સાગરના શિષ્ય. એમની કૃતિઓ ઈ.૧૬૫૬/૧૬૬૫થી ઈ.૧૭૦૬નાં રચના વર્ષો દેખાડે છે એને આધારે કવિનો કવનકાળ ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધથી ઈ.૧૮મી સદી પૂર્વાર્ધનો ગણી શકાય. આ વિદ્વાન કવિએ ગુજરાતીમાં ૪૭ કડીની ‘કર્મસ્તવનરત્નપૂર્વાર્ધ’, ૭ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (મુ.) અને ‘વિજયક્ષમાસૂરીશ્વર-બારમાસા’ એ કૃતિઓ રચેલી છે. તે ઉપરાંત સંસ્કૃતમાં એમની આ ‘વિચારષટ્ત્રિંશિકા’ પર અવચૂરિ(ર.ઈ.૧૬૫૬/૧૬૬૫) ‘ભાવસપ્તિકા’ (ર.ઈ.૧૬૮૪), ‘જૈનસપ્તપદાર્થી’ (ર.ઈ.૧૭૦૧), ‘પ્રમાણવાદાર્થ’ (ર.ઈ.૧૭૦૩), ‘જૈન તર્કભાષા’ (ર.ઈ.૧૭૦૩), ગણેશના ‘ગ્રહલાઘવ’ પર વાર્તિક (ર.ઈ.૧૭૦૪) અને ‘યશોરાજીરાજ્યપદ્ધતિ’ (ર.ઈ.૧૭૦૬) વગેરે કૃતિઓ મળે છે. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩ (૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]