ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનચંદ્ર સૂરિ-૫
Jump to navigation
Jump to search
જિનચંદ્ર(સૂરિ)-૫ [જ.ઈ.૧૭૫૩-અવ.ઈ.૧૮૦૦/સં.૧૮૫૬, જેઠ સુદ ૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલાભસૂરિના શિષ્ય. વીકાનેરના વતની. વચ્છાવતમુહતા ગોત્ર. પિતા રૂપચંદ્ર. દીક્ષા ઈ.૧૭૬૬માં. દીક્ષાનામ ઉદયસાર કે દયાસાર. સૂરિપદ ઈ.૧૭૭૮માં. અવસાન સુરતમાં. ૪ કડીની ‘જિનપૂજા-સ્તવન/જિનબિંબસ્થાપના-સ્તવન’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. અરત્નસાર; ૨. ચૈસ્તસંગ્રહ; ૨. ચૈસ્તસંગ્રહ : ૨; ૩. જૈકાસાસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૨. મુપુગૂહસૂચી. [ચ.શે.]