ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તપારત્ન-તપોરત્ન ઉપાધ્યાય
Jump to navigation
Jump to search
તપારત્ન/તપોરત્ન(ઉપાધ્યાય) [ઈ.૧૪૪૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુનંદના શિષ્ય. ૨૭ કડીના ‘શાંતિ-વિવાહલો’ના કર્તા. તેમણે સંસ્કૃતમાં નેમિચંદ્ર ભંડારીકૃત ‘ષષ્ટિશતક’ પર ટીકા (ર.ઈ.૧૪૪૫) તથા ઉત્તરાધ્યયન પર લઘુ ટીકા રચી છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પ્રાકારૂપરંપરા.[શ્ર.ત્રિ.]